News Continuous Bureau | Mumbai
Mukesh Ambani : હાલ ગુજરાતના જામનગરમાં ( Jamnagar ) દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓ એકત્ર થઈ છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ જામનગરને નવી ઓળખ આપી છે. વાસ્તવમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ( Anant Ambani ) અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા જામનગરમાં ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ( Pre-wedding celebration ) ચાલી રહ્યું છે, જેનો પ્રારંભ 1 માર્ચથી થયો છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં મહેમાનો સાથે બોલતા મુકેશ અંબાણીએ કહ્યું, “ભારતીય સંસ્કૃતિમાં આપણે મહેમાનોને અતિથિ કહીએ છીએ. ‘અતિથિ દેવો ભવ’ એ આપણી સંસ્કૃતિ છે. અતિથિને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી તમે બધાએ અહીં પધારીને આ લગ્નને શુભ બનાવ્યા તે બદલ આભાર.”
દરમિયાન, અનંત અંબાણી અને તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ ( Radhika Merchant ) બગ્ગી પર સવાર થઈને સ્થળ પર પહોંચ્યા. બંનેને જીવનની નવી ઇનિંગ માટે શુભેચ્છા પાઠવતા મુકેશ અંબાણીએ તેમના પિતાને પણ યાદ કર્યા હતા અને કહયું હતું કે, “અનંત-રાધિકા હવે નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે. ભલે મારા પિતા ધીરુભાઈ આજે આ દુનિયામાં નથી, પણ તેઓ ખુશ હશે. તેઓ આજે તેમના પૌત્રના જીવનમાં એક મહત્વપૂર્ણ દિવસને જોઈ જ્યાં પણ હશે ત્યાંથી ખુશ થયા હશે . જામનગર એ મારું છે અને મારા પિતાની કર્મભૂમિ છે.”
લગ્ન પહેલા જામનગરમાં તેમના પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે..
અનંત વિશે વાત કરતાં મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, “સંસ્કૃતમાં અનંત એટલે જેનો કોઈ અંત નથી. અનંતમાં મને અનંત શક્તિ દેખાય છે. જ્યારે પણ હું અનંતને જોઉં છું ત્યારે મને મારા પિતા ધીરુભાઈ અંબાણી ( Dhirubhai Ambani ) દેખાય છે. અનંત પિતાની જેમ વાત કરે છે અને વર્તે છે. મને અનંતમાં અનંત શક્તિઓ દેખાય રહી છે.
આ સમાચાર પણ વાંચો : Water Cut : મુંબઈમાં પાણીકાપ નહીં થાય, રાજ્ય સરકારની ખાતરી બાદ 10 ટકા પાણી કાપનો નિર્ણય રદ્દ કર્યો
ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આગામી થોડા મહિનામાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા જામનગરમાં તેમના પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રી-વેડિંગ પ્રોગ્રામ ત્રણ દિવસ સુધી ચાલશે. આ સમારોહમાં બોલિવૂડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી રહી છે.
પ્રિ-વેડિંગના પહેલા દિવસે ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ યોજાઇ હતી. આ ઇવેન્ટનો ડ્રેસ કોડ એલિગન્ટ કોકટેલ હતો. ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’ કાર્યક્રમ બીજા દિવસે એટલે કે 3 માર્ચ 2024ના રોજ યોજાશે. જંગલ ફીવર આ ઇવેન્ટનો ડ્રેસ કોડ છે. ત્રીજા દિવસે ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તક્ષર’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ રોયલ પ્રી-વેડિંગ પર આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત છે.
