Site icon

દેશના ટોચના ઈન્ડાસ્ટ્રિયાલિસ્ટ મુકેશ અંબાણી આ રીતે નક્કી કરશે પોતાનો ઉત્તરાધિકારીઃ જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 નવેમ્બર  2021
બુધવાર.

દેશના ટોચના ઈન્ડાસ્ટ્રિયાલિસ્ટ મુકેશ અંબાણી બહુ જલદી પોતાના વેપાર સામ્રાજ્ય માટે ઉત્તરાધિકારી નક્કી કરશે એવો અહેવાલ એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ મિડિયા એજેન્સીમાં છપાયો છે. વિશ્વના ધનાઢયો ની યાદીમાં અગ્રેસર રહેલા મુકેશ અંબાણી લગભગ 15.48 લાખ કરોડનું સામ્રાજ્ય ધરાવે છે. હવે તેઓ પોતાના કારોબાર માટે ઉત્તરાધિકારી નીમવાની યોજના બનાવી રહ્યા હોવાનું કહેવાય છે.
તેલથી લઈને ટેલિકોમ ક્ષેત્રમાં ફેલાયેલા પોતાના કારોબારીની જવાબદારી સોંપવા માટે 64 વર્ષના મુકેશ અંબાણી રિટેલ ચેઈન વોલમાર્ટ ઈન્કના સ્થાપક સૈમ વોલ્ટન પરિવારને અનુસરે એવું માનવામાં આવે છે. સૈમ વોલ્ટને પરિવારને કેન્દ્રમાં રાખીને મેનેજમેન્ટ કંટ્રોલ અલગ-અલગ હાથોમા સોંપવાની નિતી અપનાવી છે.
  
મુકેશ અંબાણીએ સત્તાવાર રીતે પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો નથી. જોકે કંપનીમાં વર્તમાનમાં જે પદ્ધતિએ કામકાજ થઈ રહ્યું છે, તેના પરથી એવું જણાઈ રહ્યું છે કે તેઓ બહુ જલદી ઉત્તરાધિકારી માટેની જાહેરાત કરશે.
જૂન મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની એન્યુઅલ જનરલ મિટિંગ માં મુકેશ અંબાણીએ તેમના બાળકો હવે તેમના વેપારમાં મુખ્ય જવાબદારી સંભાળશે એવું કહ્યું હતું

Join Our WhatsApp Community

. મુકેશ અંબાણીનો પુત્ર આકાશ તથા પુત્રી ઈશા અંબાણી રિટેલ તથા ટેલિકોમ ક્ષેત્રની જવાબદારી સંભાળી રહ્યા છે. તો અનંત અંબાણી જિઓ પ્લેટફોર્મમાં ડાયરેકટર છે.

આનંદો! ટૂંક સમયમાં સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, સરકાર ભરી રહી છે આ મોટું પગલું; જાણો વિગતે 

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ મીડિયા એજેન્સીના રિપોર્ટ મુજબ મુકેશ અંબાણી ફેમિલી હોલ્ડિંગને એક ટ્રસ્ટ તરીકે બનાવશે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પર આ ટ્રસ્ટનું જ સંપૂર્ણ નિયંત્રણ હશે. ટ્રસ્ટમાં અંબાણી પરિવારનો દરેક સભ્ય હશે. તેમ જ કામકાજ સંભાળવા માટે બહારના પ્રોફેશનલને પણ જવાબદારી સોંપાશે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version