Site icon News Continuous Bureau | Mumbai

Mukesh Ambani : મુકેશ અંબાણીએ વેશ્વિક સ્તરે વગાડ્યો ડંકો, સત્ય નડેલા અને સુંદર પિચાઈથી આ મામલે નીકળ્યા આગળ , વિશ્વમાં બીજા નંબર પર..

Mukesh Ambani : આ વર્ષે મુકેશ અંબાણી બ્રાંડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024માં 'ડાઇવર્સિફાઇડ' જૂથોમાં પ્રથમ ક્રમે આવ્યા છે. અંબાણી માઈક્રોસોફ્ટના સત્ય નડેલા, ગૂગલના સુંદર પિચાઈ, એપલના ટિમ કૂક અને ટેસ્લાના એલોન મસ્ક જેવા વૈશ્વિક દિગ્ગજોથી આગળ છે. બ્રાન્ડ ફાઇનાન્સના સર્વેમાં, અંબાણીને 80.3નો BGI સ્કોર મળ્યો, જે ચીન સ્થિત Tencentના Huateng Ma ના 81.6 કરતા થોડો ઓછો છે.

Mukesh Ambani Mukesh Ambani highest placed Indian, No.2 globally in Brand Guardianship Index 2024

Mukesh Ambani Mukesh Ambani highest placed Indian, No.2 globally in Brand Guardianship Index 2024

News Continuous Bureau | Mumbai

Mukesh Ambani : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance industries ) ના માલિક મુકેશ અંબાણી ( Mukesh Ambani ) ને કોઈ ઓળખની જરૂર નથી. તેઓ દેશના સૌથી અમીર વ્યક્તિ છે. દર વર્ષે તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવે છે. અબજોપતિ મુકેશ અંબાણીનું નામ કોઈ બ્રાન્ડથી ઓછું નથી. હવે તેમણે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આમાં મુકેશ અંબાણીએ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ( Satya Nadella ) અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ( Sundar Pichai ) ને પણ પાછળ છોડી દીધા છે. સમગ્ર વિશ્વમાં, માત્ર Tencent CEO Huateng Ma તેમને પાછળ છોડી શક્યા છે.

Join Our WhatsApp Channel

Tencent CEO Huateng Ma નંબર વન

બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024 અનુસાર, અંબાણી વિશ્વના બીજા સૌથી મોટા CEO બની ગયા છે. આ ઇન્ડેક્સ એવા CEO ને યાદીમાં સ્થાન આપે છે જેમણે પોતાનો વ્યવસાય મજબૂત બનાવ્યો હોય. તે કંપની અને સમાજ સાથે સંકળાયેલા લોકોની જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ યાદીમાં રિલાયન્સના ચેરમેન અને MD અંબાણીના BGI સ્કોર 80.3 હતા, જે હુઆટેંગ માના 81.6ના સ્કોર કરતા થોડો ઓછો છે. બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર, ઇન્ડેક્સમાં સ્થાન મેળવનારા ઉધોગપતિઓ તેમના વ્યવસાયને વધારતી વખતે હિતધારકો, કર્મચારીઓ, રોકાણકારો અને સમાજને તેમની સાથે લઈ રહ્યા છે. આ સંતુલનને કારણે તેમણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પાંચમા નંબરે

આ યાદીમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન 5માં નંબરે છે. વર્ષ 2023માં તેણે આ યાદીમાં 8મું સ્થાન મેળવ્યું હતું. તેની પાછળ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અનીશ શાહ 6ઠ્ઠા સ્થાને અને ઈન્ફોસિસના સલિલ પારેખ 16માં સ્થાને છે. અંબાણી ભારતમાં નંબર 1 અને વિશ્વમાં નંબર 2 પર છે. તેમણે જાયન્ટ એપલના ટિમ કૂક અને ટેસ્લાના એલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે.

ચકાસાયેલ બ્રાન્ડનું નેતૃત્વ કરવાની ક્ષમતા

બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર, કંપનીને દિશા આપવા માટે દરેક CEOને તેમની ક્ષમતાઓ પર પરીક્ષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે તેણે પોતાના નેતૃત્વમાં બ્રાન્ડને કેવી રીતે મજબૂત કરી. આમાં તેમના લાંબા ગાળાના વિઝન, વ્યૂહરચના અને લોકોના તેમના પરના વિશ્વાસની પણ કસોટી કરવામાં આવી હતી. આ તમામ લોકોએ માત્ર કંપનીની આર્થિક મજબૂતી પર જ ધ્યાન આપ્યું ન હતું પરંતુ તેની સાથે સંકળાયેલા લોકો અને સમાજના કલ્યાણનું પણ ધ્યાન રાખ્યું હતું. તાજેતરમાં, રિલાયન્સ જિયોએ દેશની સૌથી મજબૂત બ્રાન્ડ તરીકે ગ્લોબલ 500ની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.  

આ સમાચાર પણ વાંચો :  Mark Zuckerberg: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સ્થાપક માર્ક ઝકરબર્ગનું ગમે ત્યારે મૃત્યું થઈ શકે છેઃ અહેવાલ.. જાણો મેટા કંપનીએ કેમ કરી આવી ભવિષ્યવાણી..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી.)

Trump Midterm Bounty Announcement યુએસ મિડટર્મ ચૂંટણી પૂર્વે ટ્રમ્પનું એલાન; વોટ ચોરી પકડાવો અને ૧૦ લાખ ડોલરનું ઇનામ મેળવો ..
Saudi Arabia Yemen Financial Aid હૂતીઓ સામે સાઉદી અરેબિયા લાચાર? હુમલા રોકવા વિમાન ભરીને ૧ અબજ ડોલર મોકલવાના દાવા પાછળનું સત્ય
India Rejects UNSC Permanent Seat ‘સેકન્ડ ક્લાસ સ્ટેટસ’ નથી જોઈતું, ભારતે વીટો પાવર વિના UNSC ની કાયમી સદસ્યતા સ્વીકારવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર
Israel Election Political Crisis ટ્રમ્પનું ખુલ્લું સમર્થન પણ કામ ન આવ્યું? નેતન્યાહુની ખુરશી પર લટકતી તલવાર શું ઇઝરાયલને મળશે નવો વડાપ્રધાન?
Exit mobile version