Site icon

Mukesh Ambani: મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, આટલા કરોડની માંગી ખંડણી.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં…

Mukesh Ambani: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે…

Mukesh Ambani Mukesh Ambani received death threats, Rs 20 crore ransom demanded…

Mukesh Ambani Mukesh Ambani received death threats, Rs 20 crore ransom demanded…

News Continuous Bureau | Mumbai 

Mukesh Ambani: ભારત ( India ) ના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી ( rich industrialists ) એક મુકેશ અંબાણી ( Mukesh Ambani ) ને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી ( Death Threat ) આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે અને કહ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેમણે પોતાનો જીવ ગુમાવવો પડશે. આ વ્યક્તિએ ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ ( Sharp Shooters )  છે. આ તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ( Accused ) શોધખોળ શરૂ કરી છે.

Join Our WhatsApp Community

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ ( Email ) આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે, જો મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને 20 કરોડ રૂપિયા નહીં આપે તો તે તેમને મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, વ્યક્તિ પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના ( Security ) સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે.

ગયા વર્ષે પણ ધમકી મળી હતી.

સમગ્ર મામલે ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે.

આ સમાચાર પણ વાંચો :  RBI: આ સરકારી બોન્ડમાં કરો રોકાણ… મળશે મોટી-મોટી બેંકોની FD કરતાં પણ વધુ વ્યાજ.. જાણો કઈ રીતે કરી શકો છો રોકાણ..

અગાઉ 6 ઓક્ટોબર, 2022 ના રોજ ધમકી આપનાર વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ 30 વર્ષીય રાકેશ કુમાર મિશ્રા તરીકે થઈ હતી. 5 ઓક્ટોબર 2022ના રોજ આરોપી વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ આખી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે માહિતી આપી હતી કે, આરોપી યુવક બેરોજગાર હતો.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version