News Continuous Bureau | Mumbai
દેશના ટોચના ધનાઢ્ય બિઝનેસમેન(top richest businessman) મુકેશ અંબાણી(Mukesh Ambani) વધુ એક મોટી કંપનીને પોતાની માલિકીની બનાવવાના છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના(Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણી કેરળની ઈલેક્ટ્રોનિક્સ અને ગ્રોસરી રિટેલ(Electronics and Grocery Retail of Kerala) ચેન બિસ્મીના(Bismi) અધિગ્રહણની તૈયારી કરી રહ્યા છે. મિડિયામાં આવેલા અહેવાલ મુજબ Reliance Retail આ ડીલને પૂરી કરવાની એકદમ નજીક છે.
ભારતીય ઉદ્યોગપતિ(Indian businessman ) મુકેશ અંબાણી સતત પોતાના બિઝનેસને વિસ્તારી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેમણે બે મોટી ડીલ કરી હતી અને હવે વધુ એક મોટી ડીલ તેમના પોર્ટફોલિયોમાં જોડાવાની છે. બિસ્મીના રાજ્યમાં 30 મોટા ફોર્મેટ સ્ટોર સંચાલિત છે.
મીડિયાના અહેવાલ મુજબ આ ડીલ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ દિવાળી સુધી આ ડીલ પર મહોર લાગી શકે છે.
આ સમાચાર પણ વાંચો : નવરાત્રી ઑફર્સ- TVSનું બમ્પર ડિસ્કાઉન્ટ- 6 હજારમાં ઘરે લાવો 70 હજારની આ બાઇક- 8000નું વધારાનું ડિસ્કાઉન્ટ
બિસ્મીના ઉદ્યોગપતિ વીએ અજમલ (Bismina businessman VA Ajmal) છે. અજમલ મેનેજિંગ ડાયરેક્ટરના (Managing Director) રૂપમાં આ કંપનીની કમાન સંભાળી રહ્યા છે. મિડિયા રિપોર્ટ પ્રમાણે બિસ્મીની રેવન્યુ લગભગ 800 કરોડ રૂપિયા છે અને એમડી અજમલ લગભગ 600 કરોડ રૂપિયા વેલ્યુએશનની માગણી કરી રહ્યા છે. આ મુદ્દાને લઈને રિલાયન્સ રિટેલ સાથે વાતચીત ચાલી રહી છે. મિડિયાના રિપોર્ટ મુજબ બિસ્મીના એમડીએ કોઈપણ પ્રકારની અટકળો પર ટિપ્પણીથી ઈનકાર કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં રિલાયન્સ ગ્રુપે મોડી ડીલ્સ કરી હતી, જેમાં અમેરિકી કંપની સેન્સહોક (American company Sensehawk) અને સોફ્ટ ડ્રિંક કેમ્પા કોલાની(Soft Drink Campa Cola) સાથે પોલિએસ્ટર ચિપ(Polyester chip) અને દોરા બનાવનારી કંપની શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડનું અધિગ્રહણ કર્યુ છે. હવે કેરળની બિસ્મી પણ અંબાણીના પોર્ટફોલિયોમાં જોડાવાની છે.
મિડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું કે તેમની સબસિડિયરી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ આગામી પેઢીની સૌર ટેકનોલોજીનો વિકાસ કરનારી અમેરિકી કંપની કેલક્સની 20 ટકા ભાગીદારી ખરીદશે. તેના માટે રિલાયન્સ ન્યૂ એનર્જી 1.2 કરોડ ડોલર એટલે લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
