Site icon

Multibagger Stock: આ મલ્ટીબેગર શેરે બે વર્ષમાં રોકાણકારોને આપ્યું જંગી વળતર, રોકેટની ઝડપે કર્યા સાત ગણા પૈસા..

Multibagger Stock: શેર બજારમાં છેલ્લા કેટલાક સમયમાં સારી તેજી જોવા મળી રહી છે. બજારમાં તેજી વચ્ચે ઘણા શેરના ભાવમાં વધારો થયો છે. પરંતુ કેટલાક સ્ટોકે ખુબ ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપ્યું છે. તો જાણો આવા જ એક મલ્ટીબેગર સ્ટોક વિશે..

Multibagger Stock This multibagger share gave huge returns to investors in two years, made seven times money at rocket speed.

Multibagger Stock This multibagger share gave huge returns to investors in two years, made seven times money at rocket speed.

News Continuous Bureau | Mumbai

Multibagger Stock: શેરબજારમાં યોગ્ય કંપનીના શેરોમાં ( Stock Market ) નાણાંનું રોકાણ કરવાથી સારું વળતર મળવાની ખાતરી છે. અત્યાર સુધી, બજારમાં અસંખ્ય શેરોએ ટૂંકા ગાળામાં રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે અને આજે આપણે એવા જ એક શેર વિશે જાણવા જઈ રહ્યા છીએ કે જેને ખરીદવા માટે હજુ પણ રોકાણકારો ઉમટી પડ્યા છે. કારણ કે આ શેરે માત્ર બે વર્ષમાં સાત ગણું વળતર આપ્યું છે અને કંપની કિંમતી જ્વેલરીના વેચાણના વ્યવસાય જોડાયેલી છે. 

Join Our WhatsApp Community

કલ્યાણ જ્વેલર્સના ( Kalyan Jewellers ) શેરોએ ટૂંકા ગાળામાં રોકાણકારોને બમ્પર વળતર આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા બે વર્ષમાં કલ્યાણ જ્વેલર્સના સ્ટોકમાં જબદસ્ત વધારો થયો છે અને હાલ સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેનાથી કલ્યાણ જ્વેલર્સના શેરને ( Kalyan Jewellers Share ) વધુ ફાયદો થતો જણાય છે. કલ્યાણ જ્વેલર્સના શેરોએ છેલ્લા બે વર્ષમાં 644 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. પરંતુ મંગળવારે 25 જૂને શેરમાં ઘટાડો નોંધાયો હતો. કલ્યાણ જ્વેલર્સનો શેર દિવસના અંતે રૂ. 7 ઘટીને રૂ. 438.15 પર ટ્રેડ થયો હતો. જોકે, સવારે શેરની શરૂઆત તેજી સાથે થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  TRAI: Airtel, Jio અને VI વપરાશકર્તાઓ સાવધાન! 1 જુલાઈથી દેશભરમાં લાગુ થઈ રહ્યા છે નવા સિમ કાર્ડ નિયમો, જાણો શું થશે ફેરફાર

Multibagger Stock: છેલ્લા એક મહિનામાં કલ્યાણ જ્વેલર્સના શેરોએ રોકાણકારોને 7% થી વધુ વળતર આપ્યું છે..

છેલ્લા એક મહિનામાં કલ્યાણ જ્વેલર્સના શેરોએ રોકાણકારોને ( Investors ) 7% થી વધુ વળતર આપ્યું છે, જ્યારે છેલ્લા છ મહિનામાં શેરમાં 28% થી વધુનો ઉછાળો આવ્યો છે. તે જ સમયે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 237 ટકાનો વધારો થયો છે. હાલમાં, કલ્યાણ જ્વેલર્સના દેશભરમાં 217 થી વધુ સ્ટોર્સ છે. તેથી જેણે બે વર્ષ પહેલાં  આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે તે રોકાણકારને હવે લગભગ રૂ. 7 લાખનું વળતર મળ્યું હશે. આ સિવાય રોકાણકારો આગામી સમયમાં આ શેરમાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version