ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
મુંબઈ શહેરમાં રીક્ષા અને ટેક્સીના લઘુતમ ભાડા તેમજ પ્રતિ કિલોમીટર દર વધારવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપ હવે ટૂંકા અંતર માટે લોકો રીક્ષા ના સ્થાને બસ ને પ્રાથમિકતા આપી રહ્યા છે.આથી રીક્ષા અને ટેક્સીના ધંધામાં ૨૦ ટકા જેટલી ઘરાકી ઘટી ગઇ છે. બીજી તરફ રીક્ષા અને ટેક્સી ચાલકો નું કહેવું છે કે કોરોના ને કારણે પહેલેથી જ ધંધો ઘટી ગયો છે. આ પરિસ્થિતિમાં ભાડા વધવાથી અમારી કમાણી પર અસર થશે. આ પરિસ્થિતિમાં ભાડા વધારાને ટાળવો જોઈએ.
આમ ગ્રાહકો અને રીક્ષાવાળાઓ બંને પક્ષ ભાડા વધારાના વિરોધમાં છે
