ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર .
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આજે CNG 3.06 રૂપિયા પ્રતિ કિલો અને PNG 2.26 રૂપિયા પ્રતિ કિલો વધ્યો છે.
આ ભાવ વધારા બાદ CNGની કિંમત 61.50 રૂપિયા પ્રતિ કિલો થઇ છે. તો PNGની કિંમત 36.50 થઇ છે.
ઉલ્લેખનીય છે કે બે મહિનામાં સતત ત્રીજી વખત સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે.
