Site icon

હીરા બજારની ચૂંટણીમાં પ્રેસિડન્ટ પદે બહૂમતીએ ચૂંટાયા ભરતભાઈ શાહ : આજે સત્તાવાર જાહેર કરાશે રીઝલ્ટ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 2૭ ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

રવિવાર,

મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશનની શુક્રવારે થયેલી રસાકસી ભરી ચૂંટણીના પરિણામ શનિવારે મોડી રાતે આવ્યા હતા. મત ગણતરીમાં અધ્યક્ષ પદે ભરતભાઈ શાંતિલાલ શાહ ભારે મત મેળવીને તેમના પ્રતિસ્પર્ધીને ભરતકુમાર વિમલભાઈ શાહ(ઘડિયાળી)ને હરાવ્યા હતા. સોમવારે અસોસિએશન ની બેઠકમાં સતાવાર રીતે રીઝલ્ટ ની જાહેરાત કરાશે. 

મુંબઈની હીરાબજારના મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ અસોસિએશનની ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી. અસોસિએશનના 14,000 સભ્યોમાંથી 5,500 સભ્યોએ મતદાન કર્યું હતું.

આ ચૂંટણીમાં પહેલી વખત પ્રમુખ પદ માટે ડાયમંડ કિંગ ભરત શાહ સામે ભરત વી. શાહ(ઘડિયાળી)એ પડકાર ફેંક્યો હતો. તેથી આ ચૂંટણી ભારે રસાકસી ભરી રહેશે એવું માનવામાં આવતું હતું. 

રશિયા- યુક્રેનના યુદ્ધ તબાહી વચ્ચે આ ફોટો વાયરલ થયો, રશિયા-યુક્રેનના ફ્લેગ સાથે કપલે શાંતિની અપીલ કરી; જુઓ તસ્વીર જાણો વિગતે

મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ અસોસિએશનની ચૂંટણી દર ચૂંટણીની માફક આ વખતે પણ પ્રગતિશીલ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જોરદાર લડત થઈ હતી, જેમાં શનિવારે મોડી રાત સુધી મતગણના ચાલી હતી.

દર ત્રણ વર્ષે મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ અસોસિએશનની ચૂંટણી થાય છે. તેના લગભગ 14,000 જેટલા સભ્યો છે. દર વખતે ચૂંટણી માં 5000થી 5,000 સભ્યો જ મતદાન કરે છે. આ ચૂંટણીમાં પ્રેસિડન્ટ, વાઈસ પ્રેસિડન્ટ અને સેક્રેટરીની પોસ્ટ  મહત્વની છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version