Site icon News Continuous Bureau | Mumbai

હીરા બજારની ચૂંટણીમાં પ્રેસિડન્ટ પદે બહૂમતીએ ચૂંટાયા ભરતભાઈ શાહ : આજે સત્તાવાર જાહેર કરાશે રીઝલ્ટ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 2૭ ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

રવિવાર,

મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશનની શુક્રવારે થયેલી રસાકસી ભરી ચૂંટણીના પરિણામ શનિવારે મોડી રાતે આવ્યા હતા. મત ગણતરીમાં અધ્યક્ષ પદે ભરતભાઈ શાંતિલાલ શાહ ભારે મત મેળવીને તેમના પ્રતિસ્પર્ધીને ભરતકુમાર વિમલભાઈ શાહ(ઘડિયાળી)ને હરાવ્યા હતા. સોમવારે અસોસિએશન ની બેઠકમાં સતાવાર રીતે રીઝલ્ટ ની જાહેરાત કરાશે. 

મુંબઈની હીરાબજારના મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ અસોસિએશનની ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી. અસોસિએશનના 14,000 સભ્યોમાંથી 5,500 સભ્યોએ મતદાન કર્યું હતું.

આ ચૂંટણીમાં પહેલી વખત પ્રમુખ પદ માટે ડાયમંડ કિંગ ભરત શાહ સામે ભરત વી. શાહ(ઘડિયાળી)એ પડકાર ફેંક્યો હતો. તેથી આ ચૂંટણી ભારે રસાકસી ભરી રહેશે એવું માનવામાં આવતું હતું. 

રશિયા- યુક્રેનના યુદ્ધ તબાહી વચ્ચે આ ફોટો વાયરલ થયો, રશિયા-યુક્રેનના ફ્લેગ સાથે કપલે શાંતિની અપીલ કરી; જુઓ તસ્વીર જાણો વિગતે

મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ અસોસિએશનની ચૂંટણી દર ચૂંટણીની માફક આ વખતે પણ પ્રગતિશીલ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જોરદાર લડત થઈ હતી, જેમાં શનિવારે મોડી રાત સુધી મતગણના ચાલી હતી.

દર ત્રણ વર્ષે મુંબઈ ડાયમંડ મર્ચન્ટસ અસોસિએશનની ચૂંટણી થાય છે. તેના લગભગ 14,000 જેટલા સભ્યો છે. દર વખતે ચૂંટણી માં 5000થી 5,000 સભ્યો જ મતદાન કરે છે. આ ચૂંટણીમાં પ્રેસિડન્ટ, વાઈસ પ્રેસિડન્ટ અને સેક્રેટરીની પોસ્ટ  મહત્વની છે.

GST Council Meeting Postponed ટેક્સ રિફોર્મ્સ પર ફરી લાગી બ્રેક! જીએસટી કાઉન્સિલની બેઠક રદ થતાં વેપારીઓમાં નિરાશા ક્યારે મળશે મોટી જાહેરાતો?
RBI MPC Meeting Begins મોંઘવારીના દબાણ વચ્ચે RBI ની MPC બેઠક શરૂ, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સના વધારાની શક્યતા..
Major GST Reforms In Pipeline વેપારીઓ માટે સૌથી મોટા ખુશખબર! જીએસટી ક્રેડિટના કડક નિયમોમાંથી મુક્તિ મળવાના સંકેત બિઝનેસ કરવો હવે વધુ સરળ બનશે
India US Trade Deal Talks Stalled શું ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ વોર છેડાશે? દ્વિપક્ષીય ડીલ પર બ્રેક લાગતાં સીતારમણનો ખુલ્લો પડકાર અમેરિકન શરતો સામે ભારત અડગ
Exit mobile version