Site icon News Continuous Bureau | Mumbai

ભારે વરસાદે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, મુંબઈમાં શાકભાજીના ભાવમાં થયો એટલા ટકાનો વધારો

News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) સહિત મહારાષ્ટ્ર (Maharashtra) ભરમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ (Rain) પડી રહ્યો છે. આ વરસાદને કારણે એક તરફ ખેતીવાડીfarmers માં મોટું નુકસાન થયું છે તો બીજી તરફ શહેરમાં શાકભાજી (Vegetable rate hike) ના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. વરસાદના કારણે મુંબઈ (Mumbai) માં શાકભાજીનું આગમન મોટા પ્રમાણમાં ઘટી ગયું છે. પરિણામે શાકભાજીના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે.  

Join Our WhatsApp Channel

રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી મુંબઈમાં શાકભાજી સપ્લાય કરવામાં આવે છે. નાસિક(Nasik), પુણે(Pune), ગુજરાત(Gujarat)થી મુંબઈ સુધી શાકભાજી લઈ જતા વાહનોમાં 50 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે મુંબઈના શાકભાજી માર્કેટ(Vegetable market)માં આવકમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નાસિક, પુણે, ગુજરાતથી શાકભાજી લઈ જતી કાર ઘટી ગઈ છે અને વરસાદને કારણે અનેક શાકભાજીને નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો :  સોના-ચાંદીના ભાવમાં ઘટાડો- જાણો આખા સપ્તાહની સરાફા બજારની સ્થિતિ

વરસાદના કારણે પાંદડાવાળા શાકભાજીને પણ નુકસાન થયું છે. આથી જ્યાં સુધી બજારમાં શાકભાજીનું આગમન પહેલાની જેમ નહીં થાય ત્યાં સુધી આ ભાવમાં વધારો થતો જોવા મળશે.

ચાલો શાકભાજીના અગાઉના અને વર્તમાન ભાવો પર એક નજર કરીએ..

શાકભાજીના           વર્તમાન દરો               અગાઉના દરો

ભીંડા                        રૂ. 40                       રૂ 26 કિલો

ટામેટા                      રૂ. 40                       રૂ 24 કિલો

કોથમીર જુડી            રૂ. 60-70                 રૂ. 25 

મેથી જુડી                  રૂ. 70                      રૂ. 20 25 

પાલક જુડી                રૂ. 50                       રૂ. 20 પ્રતિ કિલો

ફુલાવર                     રૂ . 60                       રૂ. 26 કિલો

સિમલા  મરચા          રૂ. 90                      રૂ. 40 કિલો

ગુવાર                       રૂ. 60                     રૂ. 30 પ્રતિ કિલો

 

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version