Site icon

નવો મહિનો નવા નિયમ.. LPGથી લઈને GST સુધીના આ 5 મોટા નિયમો આજથી બદલાઈ ગયા, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર..

Mutual funds, PNB ATM charge, GST: New rules from May 1 that impact your budget

નવો મહિનો નવા નિયમ.. LPGથી લઈને GST સુધીના આ 5 મોટા નિયમો આજથી બદલાઈ ગયા, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર..

News Continuous Bureau | Mumbai

આજથી નવો મહિનો એટલે કે મે શરૂ થયો છે. જેમ દર મહિનાની શરૂઆતમાં કેટલાક ફેરફારો થાય છે તેમ આજથી પણ કેટલાક ફેરફારો જોવા મળશે. આજે 1 મે 2023 દેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી લઈને મ્યુચ્યુઅલ ફંડને લગતા નિયમોમાં ફેરફાર આજથી અમલમાં આવશે. આ એવી બાબતો છે જેનો સીધો સંબંધ તમારા રોજિંદા જીવન સાથે છે, ચાલો જાણીએ 1 મેથી થનારા 5 મોટા ફેરફારો વિશે…

Join Our WhatsApp Community

એલપીજીના દરમાં ફેરફાર

પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. કંપનીઓએ આ મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 171 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પટના, રાંચીથી લઈને ચેન્નઈ સુધી કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડર 171.50 રૂપિયા સસ્તું થયું છે. આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1856.50 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા 1 એપ્રિલે સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

મુંબઈ મેટ્રોના ભાડા પર 25 ટકા ડિસ્કાઉન્ટ

1 મેથી, મુંબઈ મેટ્રોએ 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ અને રૂટ 2A અને 7 પર મુસાફરી કરતા ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ભાડામાં 25 ટકાની છૂટની જાહેરાત કરી છે. આ લાઈનો મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત છે. આનો લાભ લેવા માટે તમારે જરૂરી દસ્તાવેજો બતાવવા પડશે.

આ સમાચાર પણ વાંચો: મહિનાના પહેલા દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયા આપવા પડશે..

GST નિયમોમાં ફેરફાર

1 મેથી વેપારીઓ માટે GSTમાં મોટા ફેરફારો થશે. નવા નિયમો અનુસાર, હવે 100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 50 દિવસમાં ટ્રાન્ઝેક્શનની રસીદ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) પર અપલોડ કરવાની રહેશે. આ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કામ માટે હજુ કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

મ્યુચ્યુઅલ ફંડ કેવાયસી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે એ જ ઈ-વોલેટનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સંપૂર્ણ KYC હોય. આ નિયમ 1 મેથી લાગુ થશે. આ પછી રોકાણકારો KYC સાથે માત્ર ઈ-વોલેટ દ્વારા જ રોકાણ કરી શકશે. KYC માટે, તમારે તમારો PAN નંબર, મોબાઇલ નંબર અને બેંક વિગતો પ્રદાન કરવાની જરૂર છે. આ તમામ વિગતો સાથે, KYC માટે એક ફોર્મ ભરવાનું રહેશે.

PNB ગ્રાહકો માટે મોટો ફેરફાર

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંકે ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. નવા નિયમો 1 મેથી લાગુ થશે. જો એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકના ખાતામાં બેલેન્સ ન હોય તો, ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થયા પછી બેંક જીએસટીની સાથે રૂ.10 વસૂલશે. પંજાબ નેશનલ બેંકે પોતાની વેબસાઈટ પર નોટિસ જારી કરીને આ જાણકારી આપી છે.

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાને એસ એસ રાજામૌલીને ના આપી પરવાનગી, આ વિષય પર ફિલ્મ બનાવવા માંગતા હતા નિર્દેશક

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version