ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
એન ચંદ્રશેખરનને ફરીથી ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
એન ચંદ્રશેખરનને છેલ્લા પાંચ વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વધુ એક એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
ટાટા સન્સના બોર્ડની આજે એટલે કે 11 ફેબ્રુઆરી 2022ના રોજ થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચંદ્રશેખરનનો ચેરમેન તરીકેનો વર્તમાન કાર્યકાળ આ મહિને પૂરો થવાનો હતો.
ઉલેખનીય છે કે ચંદ્રશેખરનને જ્યારે વર્ષ 2017માં પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, ત્યારે ટાટા ગ્રુપ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું.
