Site icon

અનાજ પરના GST લઈને મહારાષ્ટ્રના વેપારીઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કરી આ રજૂઆત-વેપારીઓને ઘટતું કરવાનું આશ્વાસન

News Continuous Bureau | Mumbai

દેશમાં 18 જુલાઈ અનબ્રાન્ડેડ(unbranded) અનાજ, દૂધ, દહીં, પનીર વગેરે પર 18% GST  અમલમાં આવ્યો છે. સામાન્ય નાગરિકથી લઈને નાના વેપારીઓને(Small Traders) માથે નાખવામાં આવેલા આ ટેક્સના(TAX) બોજા સામે વેપારી વર્ગે(Business class) લડી લેવાનો નિર્ધાર જાહેર કર્યો છે. એ અગાઉ વેપારી વર્ગ દ્વારા રાજ્ય સરકારને તેને લઈને નિવેદનો આપી રહી છે. સોમવારે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના(Maharashtra Chamber of Commerce) પ્રતિનિધિમંડળે  રાજ્યના મુખ્ય પ્રધાન(State CM) નામદાર એકનાથ શિંદેની(Eknath Shinde) મુલાકાત લઈને તેમને આ મુદ્દે કેન્દ્ર સરકારને(Central Govt) કાને તેમની વ્યથા રજૂ કરવાની વિનંતી કરી છે. મુખ્ય પ્રધાને બિન-બ્રાન્ડેડ(Non branded Items) અનાજ અને ખાદ્યપદાર્થો(Food items) પર 5 ટકા GST રદ કરવા માટે કેન્દ્ર સરકાર સાથે ફોલોઅપ(Follow up) કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Join Our WhatsApp Community

રાજ્યના વેપાર(Trade), ઉદ્યોગ(industry) અને કૃષિ ક્ષેત્રની(agricultural sector) સર્વોચ્ચ સંસ્થા(Supreme body)o મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર વતી સંસ્થાના પ્રમુખની આગેવાની હેઠળનું એક પ્રતિનિધિમંડળ સોમવારે મુખ્યમંત્રીને મળ્યું હતું. નવા GSTને  કારણે રાજ્યના વેપારીઓ અને સામાન્ય લોકોને થનારી તકલીફથી તેમને વાકેફ કરવામાં આવ્યા હતા અને શા માટે આ ટેક્સ રદ કરવાની જરૂર છે તેની માહિતી પણ આપવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન નામદાર એકનાથ શિંદેએ ખાતરી આપી હતી કે તેઓ  વેપારીઓ અને લોકોની લાગણી સાથે સહમત છે અને રાજ્ય સરકાર આ ટેક્સ નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારના સ્તરે ફોલોઅપ કરશે.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- મહારાષ્ટ્રમાં આ બેંક પર RBIએ લાદયા નિયંત્રણો-થાપણદારો માત્ર આટલા રૂપિયા ઉપાડવાની છૂટ-જાણો વિગત

ઉપરાંત, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખાતરી આપી હતી કે ચેમ્બર ટૂંક સમયમાં મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ સાથે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ અંગે એક અલગ બેઠકનું આયોજન કરશે.

મહારાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ લલિત ગાંધીએ(Lalit gandhi) જણાવ્યું હતું કે આ બેઠક બાદ મુખ્યમંત્રી સાથેની ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી હતી અને આશા છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર(Central govt) સાથે ફોલોઅપ(Followup) કરશે કારણ કે સંતોષકારક ઉકેલ મળશે.
 

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version