Site icon News Continuous Bureau | Mumbai

બેંક અકાઉન્ટમાં ઓછું બેલેન્સ હશે તો તમે સરકારની આ યોજનાના લાભથી વંચિત રહી જશો. આટલા લાખનું નુકસાન થઈ શકે છે. જાણો શું છે સરકારની આ યોજના…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

જો તમારા બેંક એકાઉન્ટમાં(Bank account) બેલેન્સ નથી તો તુરંત તેની વ્યવસ્થા કરી લેજો. અન્યથા સરકારની યોજનાના(Government plan) લાભ મેળવી શકાશે નહીં. હકીકતમાં બેંકમાં ખાતું ધરાવતા લોકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(pradhan mantri Jeevan Jyoti Vima Yojana) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો(pradhan mantri surksha veema yojana) લાભ મળે છે. 

સરકારની આ બંને યોજનાની રીન્યુઅલની તારીખ 31 મે નજીક આવી ગઈ છે. જો આ બંને એકાઉન્ટમાં બેલેન્સ(Account Balance) નહીં હશે અને આ બંને પ્લાન રીન્યુ કરવામાં આવ્યા નહીં તો તમને ચાર લાખનો વીમો મળશે નહીં.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈ પણ કારણસર મૃત્યુ માટે કવરેજ આપવામાં આવે છે. 18થી 50 વર્ષની ઉંમરના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. પ્રીમિયમ ભરવાથી 55 વર્ષની ઉંમર સુધી વીમો જીવનના જોખમને આવરી લેશે. સરકારની આ યોજના હેઠળ વાર્ષિક 330 રૂપિયાનું પ્રીમિયમ ભરવા પર બે લાખ રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ(Insurance) મળશે. તમારી બેંક અને પોસ્ટ ઓફિસમાં(Post office) તેની નોંધણી કરાવી શકાય છે. આ પ્લાન માં પ્રીમિયમ તમારા ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. 

આ સમાચાર પણ વાંચો : તમે SBIના ગ્રાહકો છો? તો તમને ATMમાંથી પૈસા કાઢવા માટે આ નિયમ લાગુ પડશે. જાણો વિગતે

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, એક્સિડન્ટને(Accident) કારણ મૃત્યુ અથવા શારીરિક અપંગત્વ(Physical disability) માટે ઇન્શ્યોરન્સ કવર કરવામાં આવે છે. 18થી 70 વર્ષની ઉંમરના લોકો આ યોજનાનો ભાગ બની શકે છે. આ વીમા હેઠળ આકસ્મિક મૃત્યુ(Accidental death) માં બે લાખ રૂપિયા અને આંશિક અંપગત્વના કેસમા એક લાખ રૂપિયાની જોગવાઈ છે. આ પ્લાનનું વાર્ષિક પ્રીમિયમ(Annual premium) 12 રૂપિયા છે. એટલે બંને યોજનાનું કુલ પ્રીમિયમ 342 રૂપિયા છે.
 

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version