Site icon

રિયલ એસ્ટેટના ભાવ 10 ટકા વધવાની શક્યતા છે. આ છે કારણ… જાણો વિગત

News Continuous Bureau | Mumbai  

બાંધકામ ક્ષેત્રમાં(construction sector) કન્સ્ટ્રકશન કોસ્ટ(Construction cost) વધી જવાને કારણે રિયલ એસ્ટેટ(Real estate) ક્ષેત્રમાં 10 ટકા સુધી ભાવ વધવાની શક્યતા બાંધકામ ક્ષેત્રના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. કોરોના મહામારીમાં(Covid outbreak) રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ જબરજસ્ત આર્થિક ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. માંડ અર્થતંત્રની ગાડી પાટે ચઢી રહી છે અને બજાર પણ ધીરે ધીરે સ્થિર થઈ રહી છે. ત્યાં હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભાવ 10 ટકા સુધી વધવાની શક્યતા છે, જેને કારણે ડેવલપરો(Developers) નું ટેન્શન વધી ગયું છે. હજી પણ ખરીદી ઓછી છે, તેમાં ભાવ વધવાની શક્યતા વચ્ચે ડેવલપરના પ્રોફિટ માર્જિનને ફટકો બેસી શકે તેવો ડર અનેક ડેવલપરોને સતાવી રહ્યો છે.

Join Our WhatsApp Community

ડેવલપરોના કહેવા મુજબ ફેબ્રુઆરીથી  રો-મટિરિયલ(Raw Material) ની સાથે જ લેબર કોસ્ટમાં(labor cost) સતત વધારો થઈ રહ્યો છે, તેને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભાવ વધવાના છે.

આ સમાચાર પણ વાંચો : આગામી મહિનાઓમાં સોનાનો ભાવ આટલો રહેવાનો અંદાજ. સમજી વિચારીને રોકાણ કરજો.  જાણો વિગતે

અન્ય એક ડેવલપરના કહેવા મુજબ રો મટિરિયલ  અને લેબર કોસ્ટમાં પૈસા કયાં બચે તેવા પ્રયાસ હાલ તો ચાલી રહ્યા છે, જેથી ડેવલપરોના પ્રોફીટને પણ નુકસાન થાય નહીં અને ઘર ખરીદનારા ઈચ્છુકોને પણ તેમના બજેટમાં ઘર મળી રહે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કોન્ફેડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપર એસોસિયેશન ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં 1,850 ડેવલપરો માંથી 78 ટકા ડેવલપરોએ 78 ટકા લોકો 10 ટકા સુધીનો ભાવ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. તો 46 ટકા  ડેવલપરો તેમના પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે.

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version