News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા ભડકાથી ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ‘દાઝ્યા પર ડામ’ જેવી થઇ રહી છે.
ક્રૂડ ઓઇલની પ્રતિકુળ અસરોને ધ્યાનમાં રાખી વૈશ્વિક રેટિંગ એજન્સી ક્રેડિટ સ્વીસે ભારતીય અર્થતંત્રનું રેટિંગ 'ઓવરવેઈટ' થી ડાઉનગ્રેડ કરીને 'અંડરવેઈટ' કર્યુ છે.
ક્રેડિટ સ્વીસે જણાવ્યુ કે, ભારતના રેટિંગમાં કરાયેલુ ડાઉનગ્રેડ એ 'વ્યૂહાત્મક' છે.
ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળાને લીધે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે.
રશિયામાંથી સપ્લાય અટકવાની દહેશતે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઉછળીને 140 ડોલર પ્રતિ બેરલની 14 વર્ષની ઉંચી સપાટીને વટાવી ગઇ છે.
આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધની અસર, સોના-ચાંદીના ભાવમાં લાલચોળ તેજી; જાણો આજે ભાવમાં કેટલો વધારો થયો
