ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
સતત કેટલાય દિવસોના ઉછાળા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
એક સમયે 100 ડૉલર સુધી પહોંચી ગયેલા તેલના ભાવ હવે 92.23 ડૉલર પર પહોંચ્યા છે.
oilprice.com અનુસાર આજે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત 92.23 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.
આજે WTI ક્રૂડ 0.90 ટકા ઘટીને 90.93 ડોલર થઈ ગયું છે જે ગુરુવારે 92.73 ડોલર હતું.
બ્રેન્ટ ક્રૂડ આજે 0.80 ટકા ઘટીને 92.23 ડોલર પર આવી ગયું છે. ગુરુવારે 92.73 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.
જોકે ક્રૂડના ભાવ આટલા વધ્યા હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી.