ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
શેર માર્કેટમાં આજે ફરી એક વખત ભૂકંપની સ્થિતિ છે.
બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ અને એનએસઈના નિફ્ટી સૂચકઆંકમાં ભારે મોટો ઘટાડો નોંધાયો છે.
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1687.94 પોઈન્ટ્સના ઘટાડા સાથે 57,107.15 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 509.80 પોઈન્ટ્સ ઘટીને 17026.45 પર બંધ થયો હતો.
આ એક મહિનાના સમયગાળા દરમિયાન રોકાણકારોની આશરે રૂ. 14 લાખ કરોડની સંપત્તિ ડૂબી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આજે બીએસઈનો સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્યા હતા.
ભારતમાં ત્રીજી લહેરના એંધાણ! કોલેજમાં એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ થયા કોરોનાગ્રસ્ત, આ છે કારણ
