Site icon

દેશમાં ઘઉં અને ખાંડ બાદ હવે ચોખાની નિકાસ પર મુકાશે પ્રતિબંધ- જાણો શું છે કારણ 

Export of Rice: Now because of 'this' rice will become expensive all over the world

Export of Rice: Now because of 'this' rice will become expensive all over the world

News Continuous Bureau | Mumbai

દેશમાં સ્થાનિક સ્તરે ઘઉં(wheat), મેંદો(flour) તથા ખાંડ જેવા ઉત્પાદનોનો ભાવ(Price of products) વધવાને કારણે તેની નિકાસ(Export) પર પ્રતિબંધ આવ્યા બાદ હવે ચોખાની નિકાસ(Rice export) પર પણ પ્રતિબંધ તોળાઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

ભારત સરકાર(Indian Govt) ટૂંક સમયમાં ચોખાની નિકાસ પર અંકુશ લાવવાનો વિચાર કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ ખરીફ મોસમમાં(Kharif season) ચોખાનું ઉત્પાદન(Rice production) ઓછું થયું હોવાની ધારણા છે.

ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસ કરનારો દેશ છે. એટલે કે લગભગ 40 ટકા હિસ્સો ચોખાના નિકાસમાં ધરાવે છે. તેથી જો ચોખાની  નિકાસ પર અંકુશ આવે તો વૈશ્વિક સ્તરે બજારમાં ચોખાના પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા છે. આ અગાઉ સરકારે ઘઉં તથા ખાંડની નિકાસ પર પણ નિયંત્રણ લાદ્યા છે.

આ સમાચાર પણ વાંચો : દેશના ટોચના આ બિઝનેસમેને દુબઈમાં દીકરા માટે સૌથી મોંઘા ઘર ની કરી ખરીદી- રહસ્યમય ડીલથી દુનિયા અજાણ

એક ચર્ચા મુજબ દેશના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો રહેતો વર્તમાન ખરીફ મોસમમાં ચાખાનું વાવેતર છ ટકા જેટલું નીચું રહ્યું છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) તથા બિહારમાં(Bihar) વરસાદ મોસમનો સરેરાશ 40 ટકા જેટલો ઓછો રહ્યો છે.

ભારતની ચોખાની નિકાસમાં 20 ટકા હિસ્સો ધરાવતા ટુકડા ચોખાની નિકાસ અટકાવવાનો વિચાર હોવાનું કહેવાય છે. સ્થાનિક સ્તરે ચોખાના ભાવ(Rice prices) ઊંચા છે. વિદેશી  માંગ અને ચાલુ સીઝનના વાવેતર ઘટવાના અહેવાલ વચ્ચે ચાલુ સપ્તાહમાં જ ચોખાના ભાવ સાત ટકા સુધી વધ્યા છે.
 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version