ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
એક મહિના પહેલા કાંદાનો ભાવ ૪૦ રૂપિયા કિલો હતો ત્યારે હવે મુંબઈની એપીએમસી માર્કેટમાં કાંદાનો ભાવ 15 રૂપિયા કિલો થઇ ગયો છે. આ ઉપરાંત બટાકાનો ભાવ પણ દસ રૂપિયા કીલો જ્યારે કે લસણનો ભાવ માત્ર 60 રૂપિયા કિલો છે.
મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તેમજ ગુજરાતમાંથી બટેટા અને કાંદાની મોટા પ્રમાણે ગાડીઓ આવતા ભાવ ગગડી ગયા છે.