બે દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલની કિંમત 34થી 35 પૈસા સુધી અને ડીઝલની કિંમતમાં 35થી 38 પૈસા સુધીનો વધારો કર્યો છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.93 રુપિયા જ્યારે ડીઝલના ભાવ 81.32 રુપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે. ત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.94 રુપિયા તથા ડીઝલની કિંમત 88.44 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.