Site icon

મુંબઈ અને આર્થિક મંદી !? માત્ર જુલાઈમાં જ પ્રોપર્ટીની નોંધણી દ્વારા અધધધધ… 242 કરોડની આવક થઈ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 ઓગસ્ટ 2020

મુંબઈમાં જે રીતે માલ મિલકતની નોંધણી થયી રહી છે તેના આધારે કહી શકાય કે સ્લો ડાઉન સાથે કોઈ મતલબ નથી. કુલ 21,311 દસ્તાવેજોની નોંધણી દ્વારા જુલાઈ મહિનામાં મુંબઇએ 242 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યા બાદ કોઈ શહેરને થયેલી આ સૌથી વધુ આવક છે. ખાસ કરીને સ્થાવર મિલકત ઉદ્યોગમાં.

નોંધણી અને સ્ટેમ્પ્સ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં કોવિડ 19 રોગચાળાને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારથી, દેશભરની સરખામણીમાં મુંબઈમાં સૌથી વધુ આવક નોંધાયી છે.

#  એપ્રિલ મહિનામાં નોંધણીના આંકડામાં ગંભીર મંદી જોવા મળી હતી, જ્યાં માત્ર 27 દસ્તાવેજો નોંધાયા હતા. એપ્રિલમાં તાજેતરના ઇતિહાસની સૌથી નીચી રૂ. 43,547 ની આવક થઈ હતી. 

#  મે મહિનામાં આંકડા થોડા વધારે નોંધાયા હતા. કુલ 1,404 દસ્તાવેજો નોંધાયેલા સાથે, એકત્રિત થયેલી આવક રૂ. 18.12 કરોડ હતી. 

#  જૂન મહિનાના આંકડા મુજબ 13,652 દસ્તાવેજોની નોંધણીથી 179 કરોડ રૂપિયા રહ્યા હતા. 

લોકડાઉન પહેલાં, આવકના આંકડા વધારે હતા. માર્ચમાં મુંબઇએ 377 કરોડની આવક થઈ હતી. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં તે 470 કરોડની નજીક પહોંચી હતી. જેનો અર્થ છે કે આ સેક્ટરમાં લોકકડાઉનને કારણે વ્યાપેલી મંદીની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. કારણ કે વેચાણ ફરી વધી રહ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
LPG Charges:ગ્રાહકો લૂંટાતા અટકાવવા સરકારનો મોટો નિર્ણય: હોટલોમાં વધારાના ચાર્જ વસૂલનારાઓ સામે થશે કડક કાર્યવાહી.
Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Exit mobile version