Site icon

RBIએ આ બેંકનું લાઇસન્સ કર્યું રદ- 4500 જયેષ્ઠ નાગરિકોએ ગુમાવ્યા અધધ આટલા કરોડ રૂપિયા

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંકે (RBI) તાજેતરમાં રૂપી બેંકનું(Rupee Bank) બિઝનેસ લાયસન્સ(Business License) રદ કરવાનો નિર્ણય લીધો છે.  RBIના આ  નિર્ણયથી 4,500 વરિષ્ઠ નાગરિકો(Senior citizens) પોતાની વર્ષોની પૂંજી ગુમાવશે. આ રકમ લગભગ 350 કરોડ રૂપિયા જેટલી છે. મોટાભાગના લોકોએ પોતાની રિટાયરમેન્ટ(Retirement) પછીની બચત આ બેંકમાં રાખી હતી અને આ  થાપણોના વ્યાજ પર તેમના ઘર ચાલતા હતા. હવે તેમની મૂળ રકમની સાથે વ્યાજ(interest) ગુમાવી દીધું છે.

Join Our WhatsApp Community

છેલ્લાં કેટલાંક વર્ષોથી નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલી રૂપી કો-ઓપરેટીવ બેંકનું(Rupee Coperative Bank) બિઝનેસ લાઇસન્સ RBIએ આખરે 22 સપ્ટેમ્બર 2022 પછી રદ કરી દીધું છે. તેથી, બેંક પાસે હવે નાદારી જાહેર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. કો-ઓપરેટીવ  કમિશનર(Co-operative Commissioner) દ્વારા અધિકારી અથવા સમિતિની નિમણૂક કરવામાં આવશે. આ કમિટી બેંકના નાણાંનું મૂલ્યાંકન(Valuation of money)  કરશે. ત્યારબાદ તે રકમમાંથી થાપણદારોને(depositors) પરત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે, તે પહેલા તેઓ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના(Deposit Insurance Corporation) પૈસા ઉપાડી લેશે.

આ સમાચાર પણ વાંચો : વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને મળી રાહત- રિટેલ ફુગાવામાં થયો નોંધપાત્ર ઘટાડો- જાણો આંકડા અહીં

ડિપોઝિટ સિક્યોરિટી કોર્પોરેશને 64,000 થાપણદારોને મહત્તમ રૂ. 5 લાખ સુધીની રકમ પરત કરી છે. એટલે કે 1 કરોડ રૂપિયાની ડિપોઝિટ હોય તો પણ ખાતેદારને માત્ર 5 લાખ રૂપિયા જ મળ્યા છે. જો થાપણ 5 લાખથી ઓછી હોય, તો રકમ પરત કરવામાં આવે છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ(Board of Directors) દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે પરત કરાયેલી રકમ રૂ. 700 કરોડ છે.
 

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version