Site icon

Narayana Murthy: નારાયણ મૂર્તિએ 4 મહિનાના પૌત્રને 15 લાખ શેર ભેટમાં આપ્યા: પૌત્ર બન્યો કરોડપતિ.

Narayana Murthy: એકગ્રા પાસે ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના 15,00,000 શેર છે.જે કુલ હિસ્સાના 0.04 ટકા બરાબર છે.તે જ સમયે, આ ભેટ પછી, નારાયણ મૂર્તિનો કુલ હિસ્સો 0.40 ટકાથી ઘટીને 0.36 ટકા થઈ ગયો છે.

Narayana Murthy Narayan Murthy gifted 15 lakh shares to 4-month-old grandson Grandson becomes a millionaire..

Narayana Murthy Narayan Murthy gifted 15 lakh shares to 4-month-old grandson Grandson becomes a millionaire..

News Continuous Bureau | Mumbai

Narayana Murthy: ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ફરી એકવાર સમાચારમાં છે. તેમણે તેમના પૌત્ર એકગ્રા રોહન મૂર્તિને ( Ekagra Rohan Murthy ) કંપનીના રૂ. 240 કરોડના શેર ભેટમાં આપ્યા છે. એકાગ્રહ રોહન મૂર્તિ માત્ર 4 મહિનાનો છે.આ સ્થિતિમાં તે દેશના સૌથી યુવા કરોડપતિ બની ગયા છે. 

Join Our WhatsApp Community

તેમના દાદાની ભેટ પછી, એકગ્રા પાસે ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના ( Infosys ) 15,00,000 શેર છે.જે કુલ હિસ્સાના 0.04 ટકા બરાબર છે.તે જ સમયે, આ ભેટ પછી, નારાયણ મૂર્તિનો કુલ હિસ્સો 0.40 ટકાથી ઘટીને 0.36 ટકા થઈ ગયો છે.હવે તેમની પાસે ઈન્ફોસિસના 1.51 કરોડ શેર ( Shares ) છે. ઉલ્લેખનીય છે કે, એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું છે કે આ શેરનું ટ્રાન્સફર ‘ઓફ માર્કેટ’માં થયું છે.

 પુત્ર રોહન મૂર્તિ અને તેમની પત્ની અપર્ણાએ નવેમ્બર 2023માં પરિવારના નવા સભ્યના આગમનની જાહેરાત કરી હતી..

નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના ( Sudha Murthy )પુત્ર રોહન મૂર્તિ અને તેમની પત્ની અપર્ણાએ નવેમ્બર 2023માં પરિવારના નવા સભ્યના આગમનની જાહેરાત કરી હતી.પરિવારના નવા સભ્યનું નામ એકગ્રા હતું.જેનું સંસ્કૃતમાં વિશેષ મહત્વ છે. નોંધનીય છે કે, નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ અને ઋષિ સુનક (જમાઈ)ને 2 બાળકો છે.

આ સમાચાર પણ વાંચો :  Uttar Pradesh: ભેટ-સોગાદના લાલચે સમૂહ લગ્ન યોજનામાં ભાઈ-બહેને લીધા સાત ફેરા, બે અધિકારીઓને થઈ સજા, વર-કન્યા સામે પણ કેસ..

મૂર્તિએ 1991માં ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. તેમની પત્ની સુધા મૂર્તિએ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેમણે આઈટી કંપની ઈન્ફોસિસ શરૂ કરવા માટે તેમના પતિ એનઆર નારાયણ મૂર્તિને બીજ મૂડી તરીકે રૂ. 10,000 આપ્યા હતા. પરંતુ, તેણે 250 રૂપિયા રાખ્યા હતા. ધંધામાં જોખમને ધ્યાનમાં રાખીને તેમણે આ કર્યું હતુ. તાજેતરમાં સુધાએ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા હતા.

Tanishq: ટાટા સમૂહે તનિષ્ક બ્રાન્ડ સ્થાપિત કરવા માટે લડાવી ‘આ’ યુક્તિ
Gold prices: ફરી મૂડમાં આવ્યું સોનું, ચાંદી એ પણ પકડી રફ્તાર,બજાર ખુલતા જ બનાવ્યો નવો રેકોર્ડ, આ રહ્યા તાજા ભાવ
Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Exit mobile version