Site icon

નવરાત્રી ઑફર્સ- TVSનું બમ્પર ડિસ્કાઉન્ટ- 6 હજારમાં ઘરે લાવો 70 હજારની આ બાઇક- 8000નું વધારાનું ડિસ્કાઉન્ટ

News Continuous Bureau | Mumbai

ભારતમાં નવરાત્રી(Navratri) સાથે તહેવારોની સિઝન(Festive season) શરૂ થઈ ગઈ છે. આ સમયે દેશના બજારોમાં એક અલગ જ ચમક જોવા મળે છે. નવરાત્રી અને દિવાળી નિમિત્તે(occasion of Navratri and Diwali) બજારોમાં ભરપૂર ડિસ્કાઉન્ટ (discount) અને ડિસ્કાઉન્ટ જોવા મળે છે. ભારતીય બાઇક નિર્માતા(Indian bike producer) TVS એ પણ નવરાત્રીના અવસર પર બમ્પર ડિસ્કાઉન્ટ (Bumper discounts) ઓફર રજૂ કરી છે. કંપનીએ તેની ત્રણ પોપ્યુલર બાઇક્સ – TVS Radeon, TVS Sport અને TVS Star City Plus પર 8,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. ડિસ્કાઉન્ટ ઉપરાંત કસ્ટમર ખૂબ જ ઓછી ડાઉન પેમેન્ટ ચૂકવીને નવી બાઇક ઘરે લઈ જઈ શકે છે.

Join Our WhatsApp Community

TVS Radeon: 2,100 રૂપિયાનું ફિક્સ્ડ ડિસ્કાઉન્ટ

TVS Radeonની કિંમત રૂ. 59,925, એક્સ-શોરૂમથી શરૂ થાય છે. માર્કેટમાં તેના ટોપ વેરિઅન્ટને 77,794 રૂપિયાના એક્સ-શોરૂમમાં ખરીદી શકાય છે. TVS Radeon બાઇક ખરીદવા પર કસ્ટમર રૂ.8,000 સુધીની છૂટ મેળવી શકે છે. તે જ સમયે, TVS કસ્ટમરને રૂ. 2,100નું નક્કર ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે.

આ બાઇક 69 kmplની માઇલેજ સાથે આવે છે. તમે તેને નવરાત્રિ પર રૂ. 5,555ની ડાઉન પેમેન્ટ સાથે ઘરે લઈ જઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો : જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો આ બાબતોનું ધ્યાન રાખો- નહીં તો થઈ શકે છે નુકસાન

TVS સ્પોર્ટ: 74 kmpl માઈલેજ

TVS સ્પોર્ટ બાઇક 74 kmplની માઇલેજ સાથે આવે છે. માર્કેટમાં આ બાઇક 64,050 થી 67,543 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતમાં મળે છે. TVS સ્પોર્ટ્સ પર પણ રૂ.8,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે 2,100 રૂપિયાનું ફિક્સ ડિસ્કાઉન્ટ પણ મળશે. કસ્ટમર 5,555 રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે પણ આ બાઇક ખરીદી શકે છે.

TVS સ્ટાર સિટી પ્લસ: ઑફર્સ

TVS સ્ટાર સિટી પ્લસ પણ એક શક્તિશાળી બાઇક છે, જે 70 થી 86 kmplની માઇલેજ આપે છે. જ્યારે તમે નવરાત્રી દરમિયાન TVS સ્ટાર સિટી પ્લસ ખરીદો છો ત્યારે તમે રૂ.8,000 સુધીની બચત કરી શકો છો. કંપની આમાં ચોક્કસપણે 2,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. આ સિવાય તમે 5,555 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવીને પણ આ બાઇક ખરીદી શકો છો. તેની એક્સ-શોરૂમ કિંમત 70,205 રૂપિયાથી 72,955 રૂપિયા સુધીની છે.

આ સમાચાર પણ વાંચોકડાકો – LICના શેર રેકોર્ડ નિચલા સ્તરે પહોંચ્ચો- રોકાણકારોના 2 કરોડ રૂપિયા ધોવાયા

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version