Site icon

વધુ એક સરકારી કંપનીના તારણહાર બન્યા રતન ટાટા- દેવામાં ડૂબતા બંધ પડેલી આ કંપનીને સરકારે વેચી મારી- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

ખાનગીકરણ(Privatization) સામે સતત વિરોધ છતાં સરકારે વધુ એક મોટી કંપનીને ખાનગી હાથોમાં સોંપી દીધી છે. આ સરકારી કંપનીને(Government company) બિઝનેસમેન રતન ટાટાએ(Ratan Tata) ખરીદી છે. આ સરકારી કંપની મોટા નુકસાનમાં હોવાથી તેનો  પ્લાન્ટ 30 માર્ચ, 2020થી બંધ છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ઓડિશા(Odisha) સ્થિત નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL)ને ટાટા ગ્રુપની(Tata Group) એક ફર્મને સોંપવામાં આવી રહી છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા જુલાઈના મધ્ય સુધીમાં પૂરી થવાની સંભાવના છે. 

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ટાટા સ્ટીલની(Tata Steel) યુનિટ ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સે આ વર્ષે જાન્યુઆરીમાં 12,100 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઇઝ મૂલ્ય(Enterprise value) પર NINLમાં 93.71 ટકા ભાગીદારી પ્રાપ્ત કરીને બોલી જીતી હતી. કંપનીએ જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ(Jindal Steel and Power Ltd), નલવા સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ(Nalva Steel and Power Ltd.) અને જેઅસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડના(JSW Steel Limited) જોડાણને પાછળ છોડી સફળતા મેળવી હતી. હવે  બહુ જલદી રતન ટાટાની કંપની તેનું સુકાન હાથમાં લેશે. 

આ સમાચાર પણ વાંચો :  હવે ઓનલાઇન ગેમિંગ અને કેસિનો પર આટલા ટકા ટેક્સ લાદવાની સરકારની યોજના- GST કાઉન્સિલની બેઠકમાં લેવાશે નિર્ણય-જાણો વિગત

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ આ વ્યવહારો અંતિમ તબક્કામાં છે અને આગામી મહિનાના મધ્ય સુધીમાં ટ્રાન્સફર થવાની શક્યતા છે. 
નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડનો(Nilachal Ispat Nigam Limited) કલિંગનગર, ઓડિશા ખાતે 1.1 મેટ્રિક ટનની ક્ષમતાવાળો એક ઇન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ(Integrated steel plant) છે. આ સરકારી કંપની  ભારે નુકસાનમાં ચાલી રહી છે અને આ પ્લાન્ટ 30 માર્ચ 2020 થી બંધ છે. કંપની પર 31 માર્ચ 2021 ના 6,600 કરોડ રૂપિયાથી વધારાના દેવા અને જવાબદારીઓ છે, તેમાં પ્રમોટરોનો 4,116 કરોડ રૂપિયા, બેંકના 1,741 કરોડ રૂપિયા અન્ય લેણદાર અને કર્મચારીઓનું જંગી એરિયર્સ સામેલ છે.

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version