Site icon

શેર બજારે કરી ધનની વર્ષા: દિવાળીના મુહૂર્ત સેશનમાં રોકાણકારો થયા માલામાલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી

Share Market at Record High: Sensex touches new high at 67,000, Nifty settles above 19,796

Share Market at Record High: Sensex touches new high at 67,000, Nifty settles above 19,796

News Continuous Bureau | Mumbai

Share Market Shubh Muhurt: શેર બજારના રોકાણકારો માટે સારા સમાચાર છે. દિવાળીના ખાસ મુહૂર્ત પર પ્રી-ઓપન સેશનમાં જ શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી હતી. જો તમે પણ કરોડપતિ બનવા માંગો છો, તો આજે તમે શેરબજારમાં તમારું નસીબ અજમાવી શકતા હોત. શેરબજારમાં આજે પ્રી-ઓપન સેશનમાં જ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
 
ટ્રેડિંગની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 636.28 ના વધારા સાથે 59,943.43 પર ટ્રેડ કરી રહ્યો હતો, જોકે 524.51 એટલે કે 0.88 ટકાના વધારે સાથે બંધ થયો. જ્યારે 50 પોઈન્ટનો નિફ્ટી પણ 154.10 પોઈન્ટ એટલે કે 0.88 ટકા સાથે 17730 ના લેવલ પર ક્લોઝિંગ મળી હતી. રોકાણકારોનું માનવું છે કે આજના વિશેષ સત્રમાં રોકાણ કરવાથી ઘણો નફો મળે છે.

Join Our WhatsApp Community

શેર બજારમાં પૈસાનો વરસાદ

હકીકતમાં આજે એટલે કે દિવાળી પર શેરબજારમાં કોઈ કારોબાર નથી થતો, પરંતુ આ ખાસ દિવસે એક સીક્રેટ 'શુભ મુહૂર્ત' હોય છે, તે સમયે જો તમે રોકાણ કરો છો તો તમે અમીર બની શકો છો. દિવાળીના દિવસે સાંજે એક કલાક માટે શેરબજારનું વિશેષ સત્ર શરૂ થાય છે, જેમાં રોકાણકારોને રોકાણ કરવાની તક મળે છે. હકીકતમાં દિવાળી એ હિન્દુ સંવત વર્ષ 2079ની શરૂઆતનો પહેલો દિવસ છે અને આ પ્રસંગે મુખ્ય શેરબજારો BSE અને NSE માં ખાસ એક કલાકનું ટ્રેડિંગ સેશન એટલે કે 'મુહુર્ત ટ્રેડિંગ' છે. એટલે કે તમે આ એક કલાકમાં રોકાણ કરી શકો છો.

આપને જણાવી દઈએ કે આ ખાસ ટ્રેડિંગ સેશન આજે સાંજે 6:15થી 7:15 સુધી થયું. બજારના નિષ્ણાતો માને છે કે આ મુહૂર્ત દરમિયાન સોદા કરવા શુભ હોય છે અને આર્થિક સમૃદ્ધિ લાવે છે. મોટાભાગના રોકાણકારો આ ખાસ પ્રસંગે રોકાણ કરવા માટે રાહ જુએ છે. રોકાણકારો એવું પણ માને છે કે જો રોકાણકારો આ મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રૂપિયાનું રોકાણ કરશે તો તેઓ માલામાલ થશે.

Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર નો નવો અવતાર, મુસાફરોને મળશે લક્ઝરી સુવિધા અને કન્ફર્મ ટિકિટની વધુ તક, જાણો વિગતે
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ઓલ-ટાઇમ હાઈ તેજી, ચાંદી ₹4 લાખ પ્રતિ કિલો અને સોનામાં પણ તોતિંગ વધારો, આ રહ્યા આજના લેટેસ્ટ ભાવ
India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર
New Rules from February 1st: ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલી બનશે આ ૫ નવા નિયમો, LPG ના ભાવ અને પાન-મસાલા પરની ડ્યુટીમાં ફેરફારની શક્યતા
Exit mobile version