Site icon

તમારા કામનું -150 રૂપિયાનું રોકાણ કરી નિવૃત્તિ પર મેળવો 1 કરોડ- સાથે જ મળશે 27 હજાર પેન્શન

News Continuous Bureau | Mumbai

પૈસા કમાવવા(Earn money) માટે રૂપિયાની જરૂર છે, પરંતુ રૂપિયા ક્યાં રોકાણ(investment) કરવા તે જાણવું વધુ જરૂરી છે જેથી તે તમને સારો નફો(profit) આપી શકે. જો તમે જોખમ મુક્ત રહીને રૂપિયા કમાવા માંગતા હોવ તો તમારી પાસે ઘણા બધા રોકાણનો વિકલ્પો(Investment options) છે, તેમાંથી એક છે New Pension System.

Join Our WhatsApp Community

દરરોજ 150 રૂપિયાની બચત કરી બનાવો 1 કરોડ રૂપિયા

તમે NPSમાં રોકાણ કરીને તમારી વૃદ્ધાવસ્થાને(old age) સુધારી શકો છો. જો તમે NPSમાં રોજના 150 રૂપિયા બચાવો છો તો પણ તમને નિવૃત્તિ સમયે 1 કરોડ રૂપિયા મળશે. તેમાં રોકાણ કરવું એકદમ સરળ અને ઓછું જોખમી છે. જોકે NPS એ માર્કેટ સાથે લિંક્ડ રોકાણ છે.

NPS માં રોકાણ કરી કમાવી શકો છો મોટો નફો

NPS એ બજાર સાથે લિંક્ડ રિટાયરમેન્ટ ઓરિએન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ(Linked Retirement Oriented Investment) વિકલ્પ છે. આ યોજના હેઠળ NPS રૂપિયાનું રોકાણ બે જગ્યાએ કરવામાં આવે છે, ઇક્વિટી(equity) એટલે કે સ્ટોક માર્કેટ(stock market) અને Debt એટલે કે સરકારી બોન્ડ અને કોર્પોરેટ બોન્ડ(Government bonds and corporate bonds). એકાઉન્ટ ખોલાવતી વખતે જ તમે નક્કી કરી શકો છો કે NPS ના કેટલા રૂપિયા ઈક્વિટીમાં જશે. સામાન્ય રીતે 75 ટકા જેટલા રૂપિયા ઈક્વિટીમાં જઈ શકે છે. આનો અર્થ એ છે કે તેમાં તમને PPF અથવા EPF કરતાં થોડું વધારે રિટર્ન મળવાની અપેક્ષા રહે છે.

આ સમાચાર પણ વાંચો ખુશખબર – સરકાર ગેરંટી વગર આપી રહી છે લોન- જાણો તેના વિશે વિગતવાર

અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે હમણાં જ નોકરી શરૂ કરી છે, તમારી પાસે રોકાણ કરવા માટે વધારે રૂપિયા પણ નથી, તો કોઈ વાત નથી. તમે દરરોજ 150 રૂપિયા બચાવી NPS માં રોકાણ કરી દો. 

ધારો કે આ સમયે તમારી ઉંમર 25 વર્ષ છે. જો તમે NPSમાં દર મહિને 4500 રૂપિયા એટલે કે એક દિવસ માટે 150 રૂપિયાનું રોકાણ કરો છો. 60 વર્ષ પછી નિવૃત્તિ લેશો. જો આ માની લેવામાં આવે, તો તમે સતત 35 વર્ષ સુધી તેમાં રોકાણ કરશો. હવે ધારો કે તમને ઓછામાં ઓછા 8 ટકા ના દરે રિટર્ન મળ્યું છે. તેથી જ્યારે તમે નિવૃત્ત થશો ત્યારે તમારી કુલ પેન્શન સંપત્તિ(Total pension assets 1 કરોડ રૂપિયા હશે.

NPS માં રોકાણની શરૂઆત

• ઉંમર- 25 વર્ષ

• દર મહિને- 4500 રૂપિયાનું રોકાણ

• રોકાણનો સમયગાળો-  35 વર્ષ

• અંદાજિત રિટર્ન- 8 ટકા

NPS રોકાણનો હિસાબ કિતાબ

• કુલ રોકાણ- 18.90 લાખ રૂપિયા

• કુલ વ્યાજ- 83.67 લાખ રૂપિયા

• પેન્શન વેલ્થ- 1.02 કરોડ રૂપિયા

• કુલ ટેક્સ બચત- 5.67 લાખ રૂપિયા

 

કેટલું પેન્શન મળશે

હવે તમે આ બધા રૂપિયા એકસાથે ઉપાડી શકતા નથી, તમે તેમાંથી માત્ર 60 ટકા જ ઉપાડી શકો છો, બાકીના 40 ટકા તમારે વાર્ષિકી પ્લાનમાં મૂકવા પડશે, જેમાંથી તમને દર મહિને પેન્શન મળે છે. ધારો કે તમે એન્યૂટીમાં 40 ટકા રૂપિયા મૂક્યા છે. તેથી તમે 61.54 લાખ રૂપિયાની એકસાથે રકમ ઉપાડી શકશો અને વ્યાજ 8 ટકા છે એમ ધારીએ તો દર મહિને પેન્શન 27,353 હજાર રૂપિયા થશે જે અલગ છે.

પેન્શનનું હિસાબ

• એન્યૂટી- 40 ટકા

• અંદાજિત વ્યાજ દર – 8 ટકા

• એકસાથે મળતી રકમ- 61.54 લાખ રૂપિયા

• મંથલી પેન્શન- 27,353 રૂપિયા

આ સમાચાર પણ વાંચો : Business Idea- શરૂ કરો છપ્પરફાડ કમાણી કરી આપતો આ બિઝનેસ-એક ઝાડથી કમાવી શકો છો 6 લાખ રૂપિયા

આપણે અહીં 25 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું છે. જો તમે વહેલું રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમારું પેન્શન કોર્પસ વિશાળ છે. પેન્શનની રકમ એ વાત પર નિર્ભર કરે છે કે તમે મંથલી કેટલી એમાઉન્ટ રોકાણ કરી રહ્યા છો, કઈ ઉંમરમાં રોકાણ શરૂ કર્યું છે અને રિટર્ન કેટલું મળી રહ્યું છે. અમે અહીં જે ઉદાહરણ લીધું છે તે અંદાજિત રિટર્નનું છે. તે દરેક કિસ્સામાં અલગ હોઈ શકે છે.

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version