News Continuous Bureau | Mumbai
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં(Share market) ભારે વેચવાલી જોવા મળી છે.
આજના કારોબારમાં સેન્સેક્સ(Sensex) 1450 પોઈન્ટ ઘટીને 52,847ના સ્તર પર તો નિફ્ટી(Nifty) 427 પોઈન્ટ તૂટીને 15,774ના સ્તર પર બંધ થયો છે.
સેન્સેક્સ 30ના 29 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. માત્ર નેસ્લે ઈન્ડિયાના(Nestle India) શેરમાં(Shares) જ આજે અડધા ટકાનો વધારો જોવા મળ્યો છે.
આજના ટોપ લૂઝર્સમાં(Top losers) બજાજ ટ્વિન્સ(Bajaj Twins), ઇન્ડસઇન્ડ બેન્ક(IndusInd Bank), TECHM, ICICI બેન્ક, TCS, NTPC અને INFYનો સમાવેશ થાય છે.
આજના ટ્રેડિંગ સેશન(Trading session) દરમિયાન રોકાણકારોને(investors) 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
