Site icon

દેશની સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને મળ્યું આ સ્થાન.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.

તાજેતરમાં ફોર્ચ્યુન ઈન્ડિયાએ ભારતની ટોચની 50 શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડી હતી, જેમાં દેશના સૌથી ધનાઢય ગણાતા બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક નીતા અંબાણી બીજા નંબરે રહ્યા છે. પહેલા નંબરે દેશના અર્થ મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રીજા નંબર અભિનેત્રી પ્રિયંકા ચોપરા છે.

Join Our WhatsApp Community

આ યાદીમાં ઈશા અંબાણીનો પણ સમાવેશ થાય છે. રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલની ડાયરેકટર ઈશા એ સૌથી યુવા પ્રભાવશાળી મહિલા રહી છે. તેની ઉંમર હજી માત્ર 30 છે.

ફોર્ચ્યુન ઈન્ડિયાના દાવા મુજબ એપ્રિલ 2020માં કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું હતું. એ દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને કોરોનાને કારણે ગરીબોને કેટલી અસર થઈ શકે છે, તેની માહિતી તેમણે મેળવી હતી. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકા સાથે મળીને 50 બેડની કોવિડ હોસ્પિટલ બાંધવાની તેમણે જવાબદારી લીધી હતી. ત્યારબાદ તેની ક્ષમતા 2,000 બેડની કરી હતી. ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ કરવામાં પણ તેમણે મદદ કરી હતી. તેમ જ તેમણે સારવાર પણ મફતમાં ઉપલબ્ધ કરાવી હતી.

 

CAIT સરકાર પર વિદેશી ઈ-કોમર્સ કંપનીનું પ્રભુત્વ? એમેઝોનને આરોપી બનાવનારા પોલીસ અધિકારીની બદલી,વેપારી આલમ રોષમાં. જાણો વિગત

આ યાદીમાં પહેલા નંબર દેશના અર્થમંત્રી નિર્મલા સીતારમણ રહ્યા હતા, 2020માં લોકડાઉન બાદ તેમણે 36 કલાકમાં જ પત્રકાર પરિષદ લીધી હતી. આવી પત્રકાર પરિષદ લેનારા તેઓ પહેલા કેન્દ્રીય મંત્રી હતા.  મહામારીનો સામનો કરવા માટે અને અર્થવ્યવસ્થા સુધારવાની જવાબદારી તેમણે બરોબર પાર પાડી હોવાનો દાવો ફોર્ચ્યુન ઈન્ડિયાએ કર્યો છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version