Site icon

ફ્લેક્સી ફ્યુઅલ કાર- ઇથેનોલથી ચાલતી પહેલી કાર લોન્ચ- ગડકરીએ કરી ડ્રાઇવિંગ- ખેડૂતો માટે પણ સારા સમાચાર

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ(Union Minister Nitin Gadkari) મંગળવારે દેશની પહેલી ઇથેનોલથી ચાલતી કારનું(ethanol-powered vehicle) અનાવરણ કર્યું. તેમણે જાપાની ઓટોમોબાઇલ કંપની(Automobile Company) ટોયોટાના ફ્લેક્સ-ફ્યુઅલ હાઈબ્રિડ પ્રોજેક્ટ (Toyota's flex-fuel hybrid project) હેઠળ પહેલી કાર લોન્ચ કરી છે. રાજધાની દિલ્હીમાં આયોજિત આ લોન્ચિંગ સેરેમનીમાં(launching ceremony) નીતિન ગડકરીએ કહ્યું કે TVS, Bajaj અને Hero MotoCorp ઈથેનોલ વ્હીકલ સાથે પહેલેથી જ તૈયાર છે. આપણે હવે ઇલેક્ટ્રિક(Electric), ઇથેનોલ(Ethanol), મિથેનોલ(Methanol), બાયોડીઝલ અને હાઇડ્રોજન ઇંધણને (biodiesel and hydrogen fuel) પ્રોત્સાહન આપવાની જરૂર છે.

Join Our WhatsApp Community

ગડકરીએ ટોયોટા કોરોલા અલ્ટીસ હાઇબ્રિડ કારને ઉતારી હતી અને સમારંભ દરમિયાન તેને ચલાવી હતી. તે ભારતની પહેલી ઇથેનોલ-રેડી ફ્લેક્સ ફ્યુઅલ હાઇબ્રિડ કાર(Ethanol-ready flex fuel hybrid cars) છે. આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ(Union Environment Minister Bhupendra Yadav) પણ હાજર હતા. ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ(Flex Fuel Vehicle) પેટ્રોલ , ઇથેનોલ અથવા પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણ પર ચાલી શકે છે.

નીતિન ગડકરીએ ટ્વીટ કરીને લખ્યું- 'અમારા 'અન્નદાતા'ને 'ઊર્જાદાતા' તરીકે પ્રમોટ કરીને, આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા(Success of the pilot project ઇલેક્ટ્રિક વ્હીકલની ઇકો-સિસ્ટમ(Eco-system of electric vehicles બનાવશે. આવી ટેક્નોલોજી ભારતમાં પરિવહન ક્ષેત્રને (transport sectorસંપૂર્ણપણે બદલી નાખશે.

ઇથેનોલથી ચાલતી આ કાર કસ્ટમર માટે આર્થિક તો છે જ સાથે તે વાયુ પ્રદૂષણથી(air pollution) પણ બચશે. શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. આ વર્ષે, વિશ્વ પર્યાવરણ દિવસ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતે નિર્ધારિત સમય કરતાં 5 મહિના પહેલા પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો:  સ્પાઇડર જેવી લાગતી કાર- ચાલ કમાલ- આનંદ મહિન્દ્રાએ કહ્યું – આ કામની ચીજ છે

ઇથેનોલના ઉપયોગથી ખેડૂતોને(farmers) ફાયદો થશે

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનાર દેશ છે. આપણી 85 ટકા માંગને પહોંચી વળવા માટે આપણે વિદેશમાંથી તેલની આયાત પર નિર્ભર છીએ. ઇથેનોલનો ઉપયોગ વધવાથી પર્યાવરણની સાથે સાથે દેશના ખેડૂતોના જીવન પર પણ વધુ સારા પરિણામો જોવા મળશે. દેશના શેરડી પકવતા ખેડૂતોને ઈથેનોલની ખરીદીમાં વધારો થવાથી ફાયદો થશે.

હાઇબ્રિડ એન્જિન(Hybrid engine)

ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન એ વ્હીકલમાં સ્થાપિત થયેલ એન્જિન છે જે એક કરતાં વધુ ઇંધણ ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે. આવા એન્જિન પેટ્રોલ ઉપરાંત ઇથેનોલ, સીએનજી, બાયો-એલએનજી અને ઇલેક્ટ્રિક પાવરનો ઇંધણ તરીકે ઉપયોગ કરી શકે છે. એક રીતે, તમે તેમને હાઇબ્રિડ એન્જિન તરીકે વિચારી શકો છો.

ઇથેનોલથી ચાલતી કાર કસ્ટમર માટે આર્થિક તો છે જ સાથે તે વાયુ પ્રદૂષણથી પણ બચશે. શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. ભારતે નિર્ધારિત સમય કરતાં 5 મહિના પહેલા પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો:   દિવાળીની ઉજવણી પડશે ફિક્કી- મુંબઈ શહેરમાં આ તારીખથી ધારા 144 લાગુ-પાંચથી વધુ લોકો ભેગા થયા તો પોલીસ લેશે એક્શ

 

 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version