રિલાયન્સ 24મી જૂને એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરવા જઈ રહી છે. આ દરમિયાન રિલાયન્સ ઘણી મોટી ઘોષણા કરી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ તેની એજીએમ 2021માં તેના ઘણા ઉત્પાદનોનું અનાવરણ કરી શકે છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રિલાયન્સ સામાન્ય સભામાં સસ્તો રિલાયન્સ જિયો 5 જી ફોન લોન્ચ કરી શકે છે.
આ સિવાય એજીએમમાં ‘બજેટ જિયો બુક લેપટોપ’ અને ‘જિઓબુક’ જેવા ઉત્પાદનો પણ લોન્ચ થઈ શકે છે.
જોકે જિઓ ફોનની કિંમત હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિશ્લેષકોનો અંદાજ છે કે સ્માર્ટફોનની કિંમત રૂપિયા 2500 ની નીચે હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સે ગત એજીએમમાં જાહેરાત કરી હતી કે તે ગૂગલની મદદથી ભારતમાં સસ્તા 5 જી સ્માર્ટફોન લોન્ચ કરશે.
ભારતમાં મંદી છે કે તેજી? 609 અબજ ડૉલરનું રોકાણ થયું! કયાં કારણ છે? જાણો અહીં