News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) બોર્ડે ઘરના ભાડા પર GST અંગેની મૂંઝવણ દૂર કરવા માટે સ્પષ્ટતા આપી છે.
બોર્ડે કહ્યું છે કે ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ(Religious and Charitable Trusts) દ્વારા ચલાવવામાં આવી રહેલી ધર્મશાળાઓમાં(Dharamshalas) જીએસટી(GST) નહીં લાગે.
એટલું જ નહીં આ ધર્મશાળાઓ ધાર્મિક સ્થળની બાઉન્ડ્રીથી બહાર હશે તો પણ જીએસટી લાગુ થશે નહીં.
સાથે બોર્ડે મીડિયાના અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા રેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પર GST લાદ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઉછાળા સાથે બંધ થયું માર્કેટ- તેજીમાં પણ આ કંપનીના શેરો રોકાણકારોને ચિંતામાં મૂક્યા
