Site icon

GST on Warranty Products: ગ્રાહકો માટે સારા સમાચાર, વોરંટી પિરિયડ દરમિયાન કોઈ પ્રોડક્ટ રિપેર કરવામાં આવશે તો નહીં લાગે કોઈ ટેક્સ..

GST on Warranty Products: જ્યારે તમારી કોઈપણ નવી પ્રોડક્ટ વોરંટી હેઠળ ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે તમને આનો ફાયદો થશે. ચાલો જાણીએ તેનો ફાયદો કેવી રીતે મેળવવો...

Upload the bill of purchased goods and get cash prize up to Rs 1 crore, know the government's new scheme

Upload the bill of purchased goods and get cash prize up to Rs 1 crore, know the government's new scheme

News Continuous Bureau | Mumbai
GST on Warranty Products: જ્યારે તમે નવું પ્રોડક્ટ ખરીદ્યું હોય અને તે થોડી જ દિવસોમાં બગડી જાય છે તમે ઘણી વખત આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે. સામાન્ય રીતે કંપનીઓ નવા પ્રોડક્ટ પર વોરંટી આપે છે. વોરંટીનો અર્થ એ છે કે જો તેની વેલિડિટી દરમિયાન પ્રોડક્ટમાં કોઈ ખામી આવે તો કંપની તેને રિપેર કરશે. આવી બાબતો અંગે સરકારના તાજેતરના નિર્ણયથી ગ્રાહકોને ઘણી મદદ મળશે.

આ કારણે લેવાયો નિર્ણય

વાસ્તવમાં, એવા ઘણા મામલા સામે આવ્યા હતા, જેમાં કંપનીઓએ વોરંટી પ્રોડક્ટ(warrenty) રિપેર કરીને ગ્રાહકને પાછી આપી હતી, પરંતુ કંપનીએ ગ્રાહક પાસેથી સર્વિસ ટેક્સ (Tax) એટલે કે GST વસૂલ કર્યો હતો. હવે કંપનીઓ આ કરી શકશે નહીં. સરકારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે કંપનીઓ વોરંટી હેઠળ પ્રોડક્ટને ફિક્સ કરવા માટે સ્પેરપાર્ટ્સ(Spairparts) બદલવાને બદલે ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારના પૈસા લઈ શકે નહીં.

Join Our WhatsApp Community

GST કાઉન્સિલે આ નિર્ણય લીધો છે

GST કાઉન્સિલ(GST Council)ની તાજેતરની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. GST કાઉન્સિલ નવી પરોક્ષ કર વ્યવસ્થા હેઠળ સ્લેબથી રેટ સુધીના નિર્ણયો લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે. GST કાઉન્સિલે તાજેતરની મીટિંગમાં સ્પષ્ટતા કરી હતી કે જો કંપનીઓ વોરંટી હેઠળ વિના મૂલ્યે પ્રોડક્ટના પાર્ટ્સ બદલી રહી છે, તો તેઓ આવા કિસ્સાઓમાં GST વસૂલ કરી શકશે નહીં. હવે કાઉન્સિલના નિર્ણયને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ એટલે કે CBIC દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local Train: હવે મુંબઈની લોકલ ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે એક અલગ ડબ્બો..

સીબીઆઈસીએ કહી આ વાત

સીબીઆઈસીએ તાજેતરના આદેશમાં કહ્યું છે કે વોરંટી ઉત્પાદનોમાં બદલાતા સ્પેરપાર્ટ્સની સંપૂર્ણ કિંમત મૂળ ઉત્પાદનનું વેચાણ કરતી વખતે ગ્રાહક પાસેથી પહેલેથી જ વસૂલ કરવામાં આવે છે. વોરંટી હેઠળ, સંબંધિત ઉત્પાદનને રિપેર કરવા માટે જો જરૂરી હોય તો કંપનીઓએ જાતે જ સ્પેરપાર્ટ્સ બદલવા પડશે. આવી સ્થિતિમાં કંપનીઓ GSTના નામે ગ્રાહકો પાસેથી પૈસા નહીં લઈ શકે.

દેશભરના ગ્રાહકોની થશે મદદ

CBICએ કહ્યું છે કે જો કંપની પાર્ટસ બદલવા માટે કોઈ વધારાનો રિપ્લેસમેન્ટ ચાર્જ અથવા સર્વિસ ચાર્જ વસૂલે છે, તો GST લાગુ થઈ શકે છે. CBICના આ આદેશથી દેશભરના ગ્રાહકોને ઘણી મદદ મળવાની અપેક્ષા છે. તે જ સમયે, કંપનીઓ અને તેમના સેવા કેન્દ્રો દ્વારા કરવામાં આવતી ભૂલો પર પણ અંકુશ આવશે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version