ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
હવે આફૂસ કેરીની સિઝન ખતમ થવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ચાલુ વર્ષે આફૂસ કેરીના ધંધામાં વેપારીઓને કશું ખાટવા મળ્યું નથી. આ વર્ષે વાતાવરણમાં પલટાને કારણે આશરે ૬૦ ટકા પાક ઓછો ઊતર્યો એટલે કે દર વર્ષે જેટલી આફૂસ કેરીનો પાક ઊતરે છે એની તુલનામાં આ વર્ષે માત્ર ૪૦ ટકા કેરીઓનો પાક જ ઊતર્યો છે. આ ઉપરાંત કોરોનાને કારણે લંડન, ઑસ્ટ્રેલિયા અને કુવૈત જેવા દેશોમાં કેરી એક્સપોર્ટ થઈ શકી નથી. ગયા વર્ષે પચાસ હજાર મૅટ્રિક ટન કેરીની નિકાસ થઈ હતી. ચાલુ વર્ષે માત્ર ૧૮ હજાર મૅટ્રિક ટન કેરીની નિકાસ થઈ છે. એટલે કે ગયા વર્ષ કરતાં અડધોઅડધ કેરી ઓછી એક્સપોર્ટ થઈ છે.
હવે એપીએમસી માર્કેટમાં પણ કેરી આવવાની બંધ થઈ ગઈ છે. એટલે જ આ વર્ષે આફૂસનો ધંધો ફુસ્સ થઈ ગયો.