Site icon

નોકિયા G60 5G ભારતમાં લોન્ચ- આ છે 50MP કેમેરાવાળા ફોનની કિંમત-ઈયરબડ મળી રહ્યા છે ફ્રી

News Continuous Bureau | Mumbai

નોકિયાએ(Nokia) ભારતમાં તેનો નવો 5જી ફોન લોન્ચ(5G phone launch) કર્યો છે. આ હેન્ડસેટ(handset) 50MP મેઇન લેન્સ સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. ફોન Qualcomm Snapdragon 695 પ્રોસેસર પર કામ કરે છે. લોન્ચ ઓફર હેઠળ યુઝર્સને ફ્રી નોકિયા ઈયરબડ મળી રહ્યા છે, જેની કિંમત 3599 રૂપિયા છે.

Join Our WhatsApp Community

નોકિયાએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ(Smartphone launch) કરી દીધો છે. કંપનીએ ગયા અઠવાડિયે નોકિયા G60 5Gને તેની ઓફિશિયલ સાઇટ (Official site) પર લિસ્ટ કર્યો હતો. હવે આ હેન્ડસેટની કિંમત અને અન્ય વિગતો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. HMD ગ્લોબલે ભારતમાં આ ફોનને અપર મિડ રેન્જ બજેટમાં(upper mid range budget) લોન્ચ કર્યો છે. તે કહેવું વધુ સારું રહેશે કે કંપનીએ તેને થોડી વધારે કિંમતે લોન્ચ કરી છે.

ફોનમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ મોટાભાગની કંપનીઓ 20 હજાર રૂપિયાથી ઓછા બજેટવાળા ફોનમાં કરે છે. નોકિયાનો નવો ફોન એન્ડ્રોઇડ 12 સાથે આવે છે. આમાં તમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે.  

નોકિયા G60 5G કિંમત

નોકિયાનો આ ફોન સિંગલ કન્ફિગરેશનમાં(phone single configuration) આવે છે. કંપનીએ તેમાં ડ્યુઅલ સિમનો(Dual SIM) ઓપ્શન આપ્યો છે પરંતુ એક eSIM છે. તમે તેને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને અન્ય રિટેલ પાર્ટનર્સ પાસેથી ખરીદી શકો છો. અત્યારે તમે આ ફોનને પ્રીબુક કરી શકો છો. કંપની આની સાથે લિમિટેડ પિરિયડ ઓફર આપી રહી છે.

તમે Nokia G60 5G ના 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટને 29 હજાર 999 રૂપિયામાં ખરીદી શકો છો. તમે હેન્ડસેટને બ્લેક અને આઈસ બે કલર ઓપ્શનમાં ખરીદી શકો છો. આ સાથે કંપની નોકિયાના વાયર્ડ બડ્સ ફ્રી આપી રહી છે જેની કિંમત 3 હજાર 599 રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો : કમાણીની સ્પેશિયલ તક – આ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર આપી રહી છે 8-3 ટકા વ્યાજ- આજે જ ઉઠાવો લાભ

સ્પેશિફિકેશન શું છે?

હેન્ડસેટ ફ્લેટ બોડી ડિઝાઇન સાથે આવે છે. આમાં તમને 6.5-ઇંચની ડિસ્પ્લે મળશે જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. સ્ક્રીન ફૂલ એચડી + રિઝોલ્યુશનની છે, જેની સુરક્ષા માટે ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.

તેમાં વોટરડ્રોપ સ્ટાઈલ નોચ અને 400Nits ની બ્રાઈટનેસ છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે જેનો મેઇન લેન્સ 50MP છે. આ સિવાય તમને 5MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MP ડેપ્થ સેન્સર મળે છે.

ફ્રન્ટમાં કંપનીએ 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 4500mAh બેટરી આપવામાં આવી છે જે 20W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં બ્લૂટૂથ 5.1, 3.5mm ઓડિયો જેક પોર્ટ અને ડ્યુઅલ બેન્ડ Wi-Fi છે.

આ સમાચાર પણ વાંચો : ડિઝની પ્લસ હોટસ્ટાર આ એરટેલ પ્લાન્સ પર ફ્રીમાં મળી રહ્યો છે- આ છે સૌથી સસ્તું રિચાર્જ- જાણો વિગતો

 

UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
HIRE Act 2025: અમેરિકાનું વધુ એક પગલું ભારત માટે બનશે મોટી મુસીબત, આ ઉદ્યોગ પર ઘેરાશે સંકટના વાદળ
Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
Exit mobile version