Site icon

મુંબઈમાં ભાડાના ઘરોની માંગ અચાનક વધી ગઈ, જેણે 2012ના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં.. આની પાછળનું કારણ જાણો વિગતવાર…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

14 ડિસેમ્બર 2020 

મુંબઈમાં જે રીતે નવા ઘરોનાં વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે . એવી જ રીતે ભાડાના ઘરોમાં થયેલી નોંધણી બતાવે છે કે તેમાં બમ્પર વધારો નોંધાયો છે. 

મુંબઈમાં રિયલ્ટી ક્ષેત્રે રોજ નવાં નવાં રેકોર્ડ નોંધાઇ રહયાં છે. વેચાણની વાત કરવામાં આવે તો નવેમ્બર 2020 એ  2012 ના તમામ રેકોર્ડ જ તોડ્યાં નથી, પરંતુ તેણે વર્ષ 2012 પછીના અત્યાર સુધીના સૌથી વધુ ભાડા ના સોદા નોંધ્યા છે.  

 

એક રિયલ એસ્ટેટ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ વર્ષ 2012 પછી નવેમ્બર 2020 માં મુંબઈ શહેરમાં સૌથી વધુ ભાડાના સોદા નોંધાયા છે. નવેમ્બર 2020 માં નોંધાયેલ ભાડા સોદા 20,505 થયા હતા, જે નવેમ્બર 2019 માં 18,842 હતાં. 

 

રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ્સ વિભાગ દ્વારા પ્રાપ્ત ડેટા અનુસાર,  ભાડા બજારમાં નોંધણીની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે, નવેમ્બર 2020 માં, જે વેચાણ થયું હતું તેની સંખ્યા 9,301 હતી, જે 2012 પછીથી આ સૌથી વધુ છે. ભાડા સોદાની નોંધણીએ પણ એક વિચિત્ર વલણ દર્શાવ્યું છે. થોડાં દિવસો પહેલા જ નોંધાયું હતું કે ઇ-નોંધણીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. વર્ષ 2014 માં, કુલ 22 ભાડા સોદા ઇ-નોંધણી દ્વારા કરવામાં આવ્યા હતા, જ્યારે 11,062  પ્રત્યક્ષ નોંધણી કરી હતી. 

 

રિયલ એસ્ટેટ માર્કેટ માટે નવેમ્બર 2020 ઘણી રીતે વિશેષ છે, ખાસ કરીને તે સાબિત થયું છે કે સ્થાવર મિલકતનું બજાર રોગચાળાના વર્ષમાં પણ ટકી શકી રહ્યું છે અને સારું હોય શકે છે. એપ્રિલમાં મુંબઇ શહેરમાં માત્ર ઓનલાઇન ભાડા કરારો જ નોંધાયા હતા. COVID 19 ને લીધે રોગચાળાને કારણે નોંધણી કચેરીઓ બંધ હતી. 

 

ભાડા બજારમાં પણ, મકાનમાલિકોને ખ્યાલ આવી ગયો છે કે ઉંચા ભાડાને વળગી રહેવાથી કંઇ ના કમાવવા કરતાં ઘર ઓછા ભાડે આપવું વધુ સારું છે. પશ્ચિમ ઉપનગરોના એક સ્થાવર મિલકત દલાલે જણાવ્યું હતું કે, “અમુક પોશ સ્થળોએ ભાડામાં ઘણી રાહત આપવામાં આવી રહી છે. જે લોકોને લૉન કે દેવું નથી લેવું હોતું એવા વધુ ને વધુ લોકો ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરી રહયાં છે."

Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
Exit mobile version