Site icon News Continuous Bureau | Mumbai

ગેસના ભાવ વધારા માટે તૈયાર થઈ જાવ. હવે દર અઠવાડિયે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો નક્કી કરવામાં આવશે! જાણો વિગતો… 

Domestic LPG price at Rs 1103, up by Rs 50 per cylinder

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
23 ડિસેમ્બર 2020 

જેમ પેટ્રોલિયમ પદાર્થોના ભાવો રોજ વધે છે એજ રીતે હોવી ગેસ સિલિન્ડરમા પણ દર અઠવાડિયે ભાવમાં વધારો ઘટાડો થવાની સંભાવના છે. ડિસેમ્બરમાં પેટ્રોલિયમ કંપનીઓએ બે વખત ભાવ વધારો કર્યો છે. નોંધનીય છે કે, ગેસ સિલિન્ડર હાલમાં 694 રૂપિયામાંની આસપાસ વેચાઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવ આવતા વર્ષના પ્રારંભથી દર અઠવાડિયે નક્કી થઈ શકે છે. હાલમાં, આ ભાવો માસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. પરંતુ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં થતા દૈનિક વધઘટને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીઓ હવે સાપ્તાહિક ધોરણે કિંમતોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે.  

આજના દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ નક્કી થાય છે. જેના કારણે તેલના ભાવોમાં પરિવર્તન આવી રહ્યું છે, પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ સરળતાથી તેને સમાયોજિત કરે છે. પરંતુ , એલપીજી સિલિન્ડરની કિંમત માસિક ધોરણે નક્કી કરવામાં આવતી હોવાને કારણે, કંપનીઓને આખા મહિના માટે નુકસાન સહન કરવું પડે છે. જેના કારણે કંપનીઓ લાંબા સમયથી ભાવમાં ફેરફાર કરવાની રીતો પર વિચારણા કરી રહી છે.  

નિષ્ણાંતોના મતે પેટ્રોલિયમ કંપનીઓએ પણ ભાવ વધારવાની નવી નીતિ લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. આ અંતર્ગત ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં અત્યાર સુધીમાં બે વાર વધારો કરવામાં આવી ચુક્યો છે. પરંતુ ઘોષણાના અભાવને કારણે લોકો તેને જાણી શક્યા નથી.

Donkey Farming Scheme હવે ગધેડા પાલન બનશે નફાકારક બિઝનેસ કેન્દ્ર સરકાર આપી રહી છે ૫૦% સબસિડી, ₹૫૦ લાખ સુધીની મળશે આર્થિક સહાય!
India Shifts LPG Imports યુદ્ધ સંકટ વચ્ચે રસોઈ ગેસની અછત નહીં થાય; ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આ દેશ સાથે હાથ મિલાવ્યા
India Forex Reserves Fall ઐતિહાસિક સપાટીએથી પાછળ હટ્યું ફોરેક્સ સાપ્તાહિક ધોરણે અબજો ડોલરનો ઘટાડો નોંધાયો; વૈશ્વિક બજારના દબાણ વચ્ચે રિઝર્વ બેંકના આંકડા જાહેર
Bank Strike September 2026 બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેવાની શક્યતા, શું તમારા પગાર પર થશે અસર?
Exit mobile version