Site icon

નાના ઉદ્યોગ સાહસિકો માટે રાહતના સમાચાર, હવે એમએસએમઈ સરળતાથી વેચાણ બિલ ની સામે લઈ શકશે ધિરાણ.

આ નિર્ણયથી નાના ઉદ્યોગોને વિકાસ માટે ની નવી પાંખો મળશે : શંકર ઠક્કર

Mahasangh has made a statement to Minister of State for Health Bharti Pawar on the problems related to FSSAI and demanded a reduction*

એફએસએસએઆઈ સંબંધિત સમસ્યાઓ અંગે મહાસંઘે આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવારને નિવેદન આપી ઘટતું કરવાની કરી માંગણી

News Continuous Bureau | Mumbai

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી તેમજ અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે સરકારે નાના ઉદ્યોગ સાહસિકોને રાહતના સમાચાર આપ્યા છે. એમએસએમઈ વિભાગે તેમના પાસે નોંધણીકૃત સદસ્યો માટે આસાનીથી ભંડોળ ઉપલબ્ધ થઈ શકે માટે ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TRADES) પ્લેટફોર્મ ઉપલબ્ધ કર્યું છે જેની સાથે જોડાઈને તેમની ચૂકવણીમાં વિલંબની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. એમએસએમઈ મંત્રાલય તેની સાઇટ્સ પર આવા પ્લેટફોર્મ વિશે માહિતી પણ આપી રહ્યું છે, જેથી આ પ્લેટફોર્મ્સ વધારેમાં વધારે લોકો જોડાઈ અને લાભ લઈ શકે.

Join Our WhatsApp Community

વેચાણ સામે તાત્કાલિક ચૂકવણી મળવાને કારણે નાના સાહસિકોને કાર્યકારી મૂડીની સમસ્યા નહીં થાય. ઘણી વખત એમએસએમઈ મૂડીના અભાવે નવા વેપાર પણ લઈ શકતા નથી. મોટા ભાગના એમએસએમઈ ને કંપનીઓ દ્વારા બે-ત્રણ મહિના પછી ચૂકવણી કરવામાં આવે છે અને કેટલીકવાર તેમાં મહિનાઓ પણ લાગી જાય છે. આ સિસ્ટમ હેઠળ, બેંકો અથવા બિન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ એમએસએમઈને તેમના વેચાયેલા માલના બિલ સામે તાત્કાલિક ચુકવણી કરે છે. બેંક બાદમાં માલ ખરીદનાર એકમ પાસેથી રકમ વસૂલ કરે છે.

આ સમાચાર પણ વાંચો : FEMA : ચીનની આ કંપની પર EDની મોટી કાર્યવાહી, મોકલી કારણ દર્શક નોટિસ, જાણો શું છે મામલો?

આરબીઆઈની પરવાનગીથી હવે મોટી બેંકોની સાથે નાની નાણાકીય સંસ્થાઓએ પણ આ પ્રકારનું બિલ નું ધિરાણ કરવાનું શરૂ કરી દીધું છે. આ ચુકવણીમાં નાણાકીય સંસ્થાઓ માટે કોઈ જોખમ પણ સામેલ નથી કારણ કે ખરીદનાર એકમ બિલ માટે સંમત થયા પછી જ વેચાણકર્તા એકમને ચુકવણી કરવામાં આવે છે. મોટી કંપનીઓને ફાયદો થાય છે કે તેઓ એમએસએમઈ ને ચૂકવણીમાં વિલંબ માટે દંડથી ડરતા નથી.

એમએસએમઈ મંત્રાલયે ટ્રેડસ પ્લેટફોર્મ સાથે જોડવા માટે તેની વેબસાઇટ પર ત્રણ સાઇટ્સ પણ આપી છે. હવે 500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ ટ્રેડસ પ્લેટફોર્મ પર એમએસએમઈ પાસેથી ખરીદેલા સામાનનું બિલ આપવું પડશે. આમાં કંપનીઓએ એ પણ જણાવવાનું છે કે તેઓ બિલ ક્યારે ચૂકવશે.

ટ્રેડસ પ્લેટફોર્મ પર ડઝનબંધ નાણાકીય સંસ્થાઓ છે જે આ બિલને જુએ છે અને વેચનાર કંપનીને નિશ્ચિત વ્યાજ પર તાત્કાલિક ચુકવણી ઓફર કરે છે. વિક્રેતા કંપનીએ પણ આ ચુકવણી પ્રાપ્ત કરવા માટે કોઈ વધારા નાં કાગળો કરવાની જરૂર નથી. નાણાકીય સંસ્થાઓ પછીથી ખરીદનાર કંપની પાસેથી તે ચુકવણી મેળવે છે. હવે નાણાકીય સંસ્થાઓએ નાની કંપનીઓને પેમેન્ટ માટે ઈ-મેલ દ્વારા સંદેશા મોકલવાનું શરૂ કર્યું છે. ટ્રેડસ ઇલેક્ટ્રોનિક એક્સચેન્જની જેમ કામ કરે છે. ત્યાં 1200 થી વધુ કોર્પોરેટ છે જેઓ તેમના બીલ ટ્રેડ પ્લેટફોર્મ મની એક્સચેન્જ પર મૂકે છે. આ પ્લેટફોર્મ પર, 52 થી વધુ નાણાકીય સંસ્થાઓ અને 18000 થી વધુ એમએસએમઈ તેમના બિલની ચૂકવણી કરવા માટે પ્લેટફોર્મ સાથે જોડાયા છે.

શંકર ઠક્કરે કહ્યું કે ખરા અર્થમાં એમએસએમઈ વિભાગ દ્વારા આ એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે, અમે તેને આવકારીએ છીએ અને એમએસએમઈ મંત્રી અને વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેનાથી ઓછી મૂડી ધરાવતા ઉધ્યજકો પણ મોટો વેપાર કરી શકે છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version