Site icon

1 એપ્રિલથી મોટો ફેરફાર, Google Pay, PhonePe, Paytm પર 2000થી વધુની ચુકવણી પર 1.1% સરચાર્જ લાગશે

નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2023થી, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા વ્યવહારો મોંઘા થઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI ને વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) ફી દાખલ કરવા જણાવ્યું છે. તેના પરિપત્ર અનુસાર, 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે.

UPI Payment: July witnesses surge in UPI Payments; sets new peak in transactions

UPI Payment: July witnesses surge in UPI Payments; sets new peak in transactions

News Continuous Bureau | Mumbai

પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) દ્વારા UPI ચુકવણીઓ 1.1% ની ઇન્ટરચેન્જ ફી લગાડવામાં આવશે, એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના અહેવાલમાં આ માહિતી સામે આવી છે.

Join Our WhatsApp Community

2000 રૂપિયાથી વધુની ચુકવણી પર ઇન્ટરચેન્જ ફી

આ સમાચાર પણ વાંચો :  કર્ણાટક વિધાનસભા ચૂંટણી: 10મી મેના રોજ મતદાન, ‘આ’ તારીખે મતગણતરી થશે

UPI ની ગવર્નિંગ બોડી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના પરિપત્ર મુજબ, ઓનલાઈન વેપારીઓ, મોટા વેપારીઓ અને નાના ઓફલાઈન વેપારીઓ પાસેથી રૂ. 2,000 થી વધુના વ્યવહારો માટે 1.1 ટકા ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે.

પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ (PPIs ઇશ્યુઅર)એ રૂ. 2,000 થી વધુના ટ્રાન્ઝેક્શન મૂલ્યને લોડ કરવા માટે રેમિટર બેંકને ફી તરીકે 15 બેસિસ પોઇન્ટ ચૂકવવા પડશે.એટલે કે, ધારો કે Paytm PPIs ઇશ્યૂ કરનાર ગ્રાહક SBI એકાઉન્ટમાંથી વૉલેટમાં રૂ. 2500 ટ્રાન્સફર કરે છે, તો Paytm ટ્રાન્ઝેક્શન લોડ કરવા માટે 15 bps રિમિટર બેંક SBIને ચૂકવશે.

ગ્રાહક પર શું અસર થશે?

હવે તમારા મનમાં સવાલ ઉઠશે કે શું સામાન્ય વપરાશકર્તાએ આ ફી ચૂકવવી પડશે, તો જવાબ છે ના. બેંક એકાઉન્ટ અને PPI વૉલેટ વચ્ચે પીઅર-ટુ-પીઅર (P2P), પીઅર-ટુ-મર્ચન્ટ (P2M) વ્યવહારો માટે આ લાગુ પડતું નથી. એટલે કે, જો તમે કોઈપણ વ્યક્તિ, કોઈપણ દુકાનદાર વગેરેને ચૂકવણી કરો છો, તો તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version