Site icon

હવે એટીએમમાંથી 5 હજારથી વધુ નાણાં ઉપાડવા પર ચાર્જ થઈ શકે છે.. આરબીઆઈ તૈયાર કરી રહ્યું છે નવા નિયમની તૈયારી..  જાણો વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
22 ઓક્ટોબર 2020

એટીએમ વપરાશકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં એટીએમમાંથી પાંચ હજાર રૂપિયાથી વધુના ઉપાડ પર ચાર્જ થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) તેની વિચારણા કરી રહી છે.

Join Our WhatsApp Community

એટીએમ ફી પર પુનર્વિચાર કરવા આરબીઆઈએ એક સમિતિની રચના કરી છે. એ જ કમિટીએ એટીએમમાંથી પાંચ હજાર રૂપિયાથી વધુના ઉપાડ માટે ફી વસૂલવાની ભલામણ કરી છે. આરબીઆઈ ઇચ્છે છે કે ગ્રાહકો ઓનલાઇન વધુ ને વધુ વ્યવહારો કરે અને ફક્ત પૈસા જમા કરવા માટે એટીએમનો ઉપયોગ કરે. તેમજ આરબીઆઇ મોટા શહેરોમાં એટીએમની સંખ્યા ઘટાડવા માંગે છે. 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા નાના શહેરોમાં એટીએમનો ટ્રેન્ડ વધારવા માંગે છે. 

જો સમિતિની ભલામણો સ્વીકારવામાં આવે તો, એટીએમમાંથી એક સાથે 5 હજારથી વધુ ઉપાડવા માટે ગ્રાહક પાસેથી બેંક 24 રૂપિયાનો વધારાનો ચાર્જ વસૂલ કરી શકે છે. હાલની સિસ્ટમ હેઠળ પાંચ ટ્રાન્ઝેક્શન મફત છે. નવા નિયમ મુજબ પ્રથમ પાંચ વ્યવહારોનો મફતમાં સમાવેશ કરવામાં આવશે નહીં. એટલે કે, કોઈપણ વ્યવહારમાં, તમારે 5 હજારથી વધુ કાઢવા માટે 24 રૂપિયા ચૂકવવા પડી શકે છે. વર્તમાન નિયમ હેઠળ, એક મહિનામાં પાંચથી વધુ વ્યવહારો બાદ પ્રત્યેક વ્યવહાર પર 20 રૂપિયા લેવામાં આવે છે.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version