Site icon

એનપીપીએ વધુ 29 દવાના ફોર્મ્યુલેશનના છૂટક ભાવો નક્કી કર્યા. જાણો કઈ કઈ જાણીતી કંપનીઓની દવા સસ્તી થશે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

07 નવેમ્બર 2020

તાજેતરમાં સરકારે એક નોટિસ દ્વારા જાહેરાત કરી કે હવેથી 29 જેટલી દવાના ભાવો સરકારે નક્કી કરેલા ભાવો મુજબ જ લેવામાં આવશે. આમ રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી (એનપીપીએ), ભારત સરકારના કેમિકલ્સ અને ખાતરોના મંત્રાલયે 29 ફોર્મ્યુલેશનના ભાવ નક્કી કર્યા છે.

આમાં કેટલીક લોકપ્રિય ડ્રગ બ્રાંડ્સ નો સમાવેશ થાય છે જેનકે, મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (એસઆર), ગ્લિકલાઝાઇડ (ઇઆર) અને પીઓગ્લિટ્ઝોન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ જેવા સંયોજન ફોર્મ્યુલેશન શામેલ છે.  ક્લોટ્રિમાઝોલ અને લિગ્નોકેઇન હાઇડ્રોક્લોરાઇડ ઇયર ટીપાં, એટોરવાસ્ટેટિન પ્લસ ક્લોપિડોગ્રેલ વત્તા એસ્પિરિન કેપ્સ્યુલ (એટકોર ગોલ્ડ 20); વિલ્ડાગ્લાપ્ટિન અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (એસઆર) ટેબ્લેટ અને તેથી વધુ વિવિધ બિમારીઓની સારવાર માટે વપરાતી  ફોર્મ્યુલા.. અકુમ ડ્રગ્સ જેનકે  સિપ્લા, ઇન્ડોકો રેમેડીઝ, કેડિલા ફાર્મા અને અન્ય જેવા જાણીતા દવા ઉત્પાદકો જણાવેલ યાદી મુજબ ફોર્મ્યુલેશનના ઉત્પાદનમાં સામેલ છે.

 જો ઉપરોક્ત નિયમોમાંથી છૂટક કિંમતનું પાલન કરવામાં ન આવે તો, ત્વરિત, ભાવ સૂચના અને નોટિસમાં જણાવેલ નોંધો મુજબ, સંબંધિત ઉત્પાદક / માર્કેટિંગ કંપની તેના પરના વ્યાજની સાથે વધુ ચાર્જની રકમ જમા કરવા માટે જવાબદાર રહેશે. આમ આવશ્યક કોમોડિટીઝ એક્ટ, 1955 ની સાથે ડીપીસીઓ, 2013 ની જોગવાઈઓ હેઠળ આ નિયમો રજુ કરવામાં આવ્યાં છે.

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version