News Continuous Bureau | Mumbai
ઓનલાઇન ફૂડ ડિલિવરી(Online food delivery) કરનારી કંપનીઓનું ચલણ વધી રહ્યું છે. ખાસ કરીને કોરોના(Corona) સમયમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી કરનારી કંપનીઓ કમાઈ ગઈ છે. આ કંપનીઓ ઓનલાઈન ઓર્ડર(Order online) આપનારા ગ્રાહકોને મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપે છે, તેની સામે હવે રાષ્ટ્રીય સ્તરે રેસ્ટોરાંના અસોસિએશને (National level restaurant association)વિરોધ નોંધાવ્યો છે.
રેસ્ટોરન્ટમાલિકોને રાષ્ટ્રીય સંગઠન – નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ ઓનલાઇન ફૂડ ડિલિવરી કરનારી કંપની ઝોમેટો પે અને સ્વિગી ડાઈનર ડિસ્કાઉન્ટ યોજનાઓનો વિરોધ કર્યો છે. NRAIએ દેશભરમાં ફેલાયેલા પોતાના સભ્યોને પત્ર લખીને કહ્યું છે કે ઝોમેટો પે અને સ્વિગી(Zomato Pay and Swiggy) ડાઈનર આ બંને રેસ્ટોરન્ટ માલિકોનાં(Restaurant owners) હિતની વિરુદ્ધમાં છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ NRAI એ પોતાના સભ્યોને લેખિતમાં સલાહ પણ આપી છે તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રેસ્ટોરન્ટમાલિકો ઝોમેટો પે અને સ્વિગી ડાઈનર પ્રોગ્રામ્સ પર સાઈન-અપ કરે છે ત્યારે ‘વચેટિયાઓ’(middlemen) ઝોમેટો અને સ્વિગી એવી રેસ્ટોરન્ટોના ભોગે કમાણી કરે છે. આ ડિસ્કાઉન્ટ પ્રોગ્રામ્સમાં(discount programs) સામેલ થનાર રેસ્ટોરન્ટોને 15-40 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાની ફરજ પડાય છે અને આ બંને પ્લેટફોર્મ પરના પ્રત્યેક સોદા ઉપર વચેટિયાઓને 4-12 ટકા કમિશન ફી પણ ચૂકવવી પડે છે.
આ સમાચાર પણ વાંચો : હવે ટિકિટ કેન્સલ કરવાવું વધુ મોંઘુ થયું- કેન્સલેશન પર લાગ્યો આ ટેક્સ
NRAI સંસ્થાએ પોતાના સભ્યોને એવું પણ કહ્યું હોવાનું માનવામાં આવે છે કે, અહીં મૂળભૂત સવાલ એ છે કે કોઈ રેસ્ટોરન્ટે તેના પોતાના ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવા માટે કોઈ વચેટિયાને કમિશન શા માટે ચૂકવવું જોઈએ?
NRAIના આ પત્ર બાદ હજી સુધી ઓનલાઈન ડીલીવરી કરનારી કંપનીઓ તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન આવ્યું નથી. તેમ જ કોઈ રેસ્ટોરાં દ્વારા પણ હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે.
