આજે ટેકનિકલ ખામીને પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રાબેતા સમયાનુસાર ટ્રેડિંગ થઇ શક્યુ નથી. જેના પગલે ભારતીય શેરબજારમાં આજે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
NSE એ એક નોટિફિકેશનમાં જણાવ્યુ કે, 3.30 વાગે NSE પર ટ્રેડિંગ શરૂ થયુ છે જે 5 વાગ્યા સુધી ચાલશે. એટલે કે આજે રોકાણકારો સાંજના 5 વાગ્યા સુધી શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, NSE ખાતે આજે સવારે 11.40 વાગે ટેકનિકલ ખામી સર્જાઇ હતી અને તેને લીધે કેશ સેગમેન્ટ તેમજ ફ્યૂચર સેગમેન્ટમાં ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યુ હતુ.
ટેકનિકલ ખામીના પગલે લોકો જે કિંમતે શેરનું ખરીદ-વેચાણ કરે છે તે એક્સચેન્જ પર દેખાતા બંધ થઇ ગયા હતા. શેરની કિંમતોના લાઇવ ડેટા અપડેટ થઇ રહ્યા ન હતા.
