Site icon News Continuous Bureau | Mumbai

નાના ઉદ્યોગોમાં પણ હવે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે, મહિલાઓની સંખ્યા 1 વર્ષમાં બમણી થઈ

કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ તાજેતરમાં લોકસભામાં જણાવ્યું કે તેમાં 8,90,155 સૂક્ષ્મ, 20,061 લઘુ અને 757 મધ્યમ આકારના ઉદ્યમ છે. રાણેએ કહ્યું કે ગત નાણાકીય વર્ષ 2021-22માં 1,39,244 મહિલા લાભાર્થીઓને 8021,26 કરોડ રૂ.ની નાણાકીય મદદ અપાઈ. આ ગત વર્ષથી 51.5% વધુ છે.

Number of women in small business doubled

નાના ઉદ્યોગોમાં પણ હવે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે, મહિલાઓની સંખ્યા 1 વર્ષમાં બમણી થઈ

 News Continuous Bureau | Mumbai

મહિલાઓ બિઝનેસમાં પણ તાકાત બતાવી રહી છે. દેશમાં મહિલાઓની માલિકી હેઠળના રજિસ્ટર્ડ એમએસએમઈ(સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ)ની સંખ્યા ગત 2021-22માં બમણી (86.1%) વધી છે. ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ 1 જુલાઈ 2020થી શરૂ થયું હતું. 31 માર્ચ 2021ના રોજ તેના પર મહિલાઓની માલિકી હેઠળના રજિસ્ટર્ડ MSMEની સંખ્યા 4,89,470 હતી. તે 31 માર્ચ 2022 સુધી એક વર્ષમાં બમણા વધીને 9,10,973 થઈ ગયા. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ તાજેતરમાં લોકસભામાં જણાવ્યું કે તેમાં 8,90,155 સૂક્ષ્મ, 20,061 લઘુ અને 757 મધ્યમ આકારના ઉદ્યમ છે. રાણેએ કહ્યું કે ગત નાણાકીય વર્ષ 2021-22માં 1,39,244 મહિલા લાભાર્થીઓને 8021,26 કરોડ રૂ.ની નાણાકીય મદદ અપાઈ. આ ગત વર્ષથી 51.5% વધુ છે. 2020-21માં 1,71,308 મહિલા લાભાર્થીઓને મંજૂર કરાયેલી નાણાકીય સહાયની રકમ 5294.01 કરોડ રૂ. હતી. મહિલાઓની માલિકી હેઠળના આ એમએસએમઈને આ નાણાકીય સહાય ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટ(CGTMSE), વડાપ્રધાન સર્જન કાર્યક્રમ(પીએમઈજીપી) હેઠળ અપાઈ હતી. 

આ સમાચાર પણ વાંચો: Samsung Galaxy S22 FE: નવા વર્ષમાં લોન્ચ થશે સેમસંગનો સસ્તો ફ્લેગશિપ ફોન, મળશે 108MP કેમેરા

સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમ શું ?

એસસી, એસટી અને મહિલાઓ માટે આ સ્કીમ છે. દરેક બેન્કની બ્રાન્ચે આ કેટેગરીના એક લાભાર્થીને 10 લાખથી એક કરોડ રૂ. સુધીની લોન ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.

SpiceJet Financial Crisis સ્પાઈસજેટ પર નાણાકીય સંકટના વાદળ ફ્લાઈટ્સ રદ થતાં એરલાઈન બંધ થવાની ચર્ચાએ જોર પકડ્યું
Reliance Satellite Network સ્ટારલિંકનો ખેલ બગાડવાની તૈયારી વર્ષ 2035 સુધીમાં 1,600 ઉપગ્રહો લોન્ચ કરવાનો પ્લાન
RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
Exit mobile version