Site icon

ગ્રાહકો સાથે છેતરપીંડી? ખાદ્ય તેલ પરની ડયુટીમાં ઘટાડાની જાહેરાતના લાંબા ગાળ બાદ છેક હવે તેલના ભાવમાં ઘટાડો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર

તેલના આસામાને પહોંચેલા ભાવને પગલે સરકારે લગભગ મહિના પહેલા જ કાચા તેલની બેસિક ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જોકે મોટી અને જાણીતે તેલ કંપનીઓએ છેક હવે તેને અમલમાં મૂકતા દીવાળી બાદ તેલના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાની શકયતા છે.

તહેવારો દરમિયાન ખાદ્ય તેલના ભાવને નિયંત્રણમાં લાવવા થોડા દિવસો પહેલા  સરકારે કાચા પામ તેલ, કાચા સોયાબીનન તેલ અને કાચા સૂરજમુખીના તેલ પર બેસિક ડ્યૂટીન 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી નાખી હતી. જોકે તેને લગતા નોટિફિકેશનમાં થોડી અસ્પષ્ટતા હોવાથી વેપારી આલમમાં કન્ફૂયઝન હતું, તેથી સરકારે શુક્રવારે નવેસરથી કાચા તેલ પરની ડયૂટીમાં ઘટાડાને લઈને નોટિફિકેશન બહાર પાડયું છે. હવે આ સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ નવા નોટિકિફેકશ મુજબ કંપનીઓ તેલના ભાવમાં ઘટાડો કરે એવી સકયતા છે.

કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ મહાનગરના પ્રમુખ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શકંર ઠક્કરે જણાવ્યું હતું કે તેલના ભાવ આસમાને પહોંચેલા હોવાથી થોડા દિવસ અગાઉ જ સરકારે કાચા પામ તેલ, કાચા સોયાબીનન તેલ અને કાચા સૂરજમુખીના તેલ પર બેસિક ડ્યૂટીન 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી નાખી હતી. જોકે તેને લગતા નોટિફિકેશનમાં કલીયારીટી નહોતી. એટલે ગઈકાલે શુક્રવારે  ફરીથી અમુક સ્ષ્ટતા કરવા ગઈ સરકારે સ્પષ્ટ નોટિકિશ બહાર પાડયું હતું. નવેસરથી સરકારે ડ્યૂટીમાં કોઈ ઘટાડો કર્યો નથી.

મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવા FAMએ કરી મુખ્યપ્રધાન સમક્ષ આ માગણી; જાણો વિગત

સરકારે બહુ પહેલા ડયુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે ભાવમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે એવુ જણાવતા શંકર ઠક્કરે કહ્યું હતું કે દીવાળી બાદ બજાર ખરીદી ઓછી થતી હોય છે. તેથી  મોટી કંપનીઓએ દિવાળી પહેલા તેલના ભાવ ઘટડા નહોતા. હવે દીવાળી બાદ બજાર ઘરાકી ઘટી ગઈ છે. એટલે હવે  ભાવ ઘટાડી દીધા છે. એમ પણ તેલના બજારમાં ચાર મહિના પહેલાથી સોદા થઈ જતા હોય છે. એટલે કંપનીઓના કન્ઝુયમર પેકિજિંગમાં પણ જૂના જ માલ છપાયા હતા. હવે દીવાળી પૂરી થતા ભાવ ઘટાડવામાં આવ્યા છે.

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version