ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડનો ભાવ રોકેટ સ્પીડે વધીને આસમાને પહોંચી ગયો છે.
વૈશ્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડ 5 ટકાથી વધુ વધીને 110.54 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
સાથે ડબલ્યુટીઆઈ પણ 5 ટકાથી વધુ વધીને 108 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
દરમિયાન ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ વિશ્વમાં ઉર્જા સંકટ વધવાની ચેતવણી આપી છે.
જોકે ભારતની સરકારે પેટ્રોલ-ડીઝલના દરોમાં ફેરફાર કર્યો નથી. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં આજે પણ તેલના ભાવમાં સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે નિષ્ણાતોએ અગાઉ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી હતી.
