Site icon

OLA ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો ઈરાદો છે- તો જાણો કેવી રીતે બુક કરવું- અહીં સંપૂર્ણ પ્રોસેસ વાંચો

News Continuous Bureau | Mumbai

ભારતીય ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની(Indian Electric Vehicle Company) Ola ઈલેક્ટ્રીક Ola S1 Air ઈલેક્ટ્રિક સ્કૂટર(Electric scooter) લોન્ચ કર્યું છે. નવા ઈલેક્ટ્રિક સ્કૂટરે Olaનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર છે જેની એક્સ-શોરૂમ કિંમત(Ex-showroom price) રૂપિયા 84 હજાર 999 છે. Ola S1 Air સાથે કંપની પાસે કુલ 3 સ્કૂટર છે. કંપની પહેલેથી જ Ola S1 અને S1 Proનું સેલ કરે છે. ઓલા ઈલેક્ટ્રિક પાસે કોઈ ડીલરશિપ નથી તેથી કંપની ઓનલાઈન સેલ મોડલ (Online Sale model) દ્વારા ઈલેક્ટ્રિક સ્કૂટર વેચે છે. જેઓ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદે છે અમે ઓનલાઈન બુકિંગની(online booking) સંપૂર્ણ પદ્ધતિ જણાવી રહ્યા છીએ.

Join Our WhatsApp Community

જો કોઈ કસ્ટમર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માંગે છે તો તે તેને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકે છે. જો કે જો કોઈ કસ્ટમર ઈલેક્ટ્રિક સ્કૂટરની ટેસ્ટ રાઈડ લેવા માંગે છે તો કંપની દેશભરમાં આ સર્વિસ પ્રોવાઇડ કરે છે. ગ્રાહકોએ કંપનીની વેબસાઈટ પર જઈને પોતાનું મનપસંદ સ્કૂટર ઓનલાઈન રિઝર્વ કરવાનું રહેશે. તમે અહીં જણાવેલ સ્ટેપ્સને અનુસરીને ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર ઓનલાઈન બુક કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ- એક વર્ષમાં આપ્યું 10 ગણું રિટર્ન- સ્ટોક પર મારો એક નજર

ઓલા સ્કૂટર રિઝર્વ કરવું જોઈએ

ઈલેક્ટ્રિક સ્કૂટર બુક કરવા માટે પહેલા OLA ઈલેક્ટ્રિકની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને રિઝર્વ બટન સર્ચ કરો. હવે તમે ત્રણેય સ્કૂટર અને તેમની પેઈન્ટ સ્કીમ જોશો. અહીં તમે ત્રણેય સ્કૂટરના ફૂલ સ્પેસિફિકેશન(Specification) જોઈ શકો છો અને તેમની વચ્ચે સરખામણી પણ કરી શકો છો. એકવાર તમે ઈલેક્ટ્રિક સ્કૂટરનું મોડેલ અને કલર પસંદ કરી લો પછી ડિલિવરી માટે તમારા એરિયાનો પિનકોડ નાખો. કંપનીની શરતો વાંચ્યા પછી રિઝર્વ પર ક્લિક કરીને આગળ વધો.

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર: ઓનલાઇન કેવી રીતે બુક કરવું

ઓલા ઈલેક્ટ્રિકની વેબસાઈટ પર જાઓ અને રિઝર્વ પર ક્લિક કરો.

સ્કૂટરનું વેરિઅન્ટ અને કલર સ્કીમ પસંદ કરો.

હવે પિન કોડ દાખલ કરો અને રિઝર્વ પર ક્લિક કરો.

ફોન નંબર અને OTP દાખલ કરીને લૉગિન કરો.

ચાલુ રાખો અને ચુકવણી કરો પર ક્લિક કરો.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર- LPG સિલિન્ડરના ભાવમાં થયો નોંધપાત્ર ઘટાડો-જાણો કેટલા ઘટ્યા

બુકિંગ રસીદ ડાઉનલોડ કરો અને સાચવો.

ખરીદી વિન્ડો ખુલે ત્યાં સુધી રાહ જુઓ

તમારે ધ્યાનમાં રાખવું પડશે કે રિઝર્વેશન એટલે સ્કૂટરનું રિઝર્વેશન કરવું. જો કે આ પ્રોસેસ ત્યારે જ આગળ વધશે જ્યારે તમે સ્કૂટર માટે ફૂલ પેમેન્ટ કરશો. આ માટે તમારે ખરીદી વિન્ડો ખુલવાની રાહ જોવી પડશે. જ્યારે ખરીદીની વિન્ડો ખુલે છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિક કંપની કસ્ટમરને જાણ કરે છે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version