Site icon

Ola Electric: ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ આવતા વર્ષે માર્કેટમાં આવી શકે છે, લાંબા સમય બાદ ઓટો કંપનીનો IPO આવશે

Ola Electric: ઓટોમોબાઈ ઈન્ડસ્ટ્રીના મોટા સમાચાર સામે આવ્યા છે. ઓલા આઈપીઓ લાવશે આ આઈપીઓ ઓટો મોબાઈલ ક્ષેત્રે 20 વર્ષમાં પ્રથમ વખત હશે

Ola Electric's IPO may hit the market next year, auto company's IPO will come after a long time

Ola Electric's IPO may hit the market next year, auto company's IPO will come after a long time

News Continuous Bureau | Mumbai

Ola Electric: ઓટોમોબાઈ ઈન્ડસ્ટ્રીના ( Automobile Industry ) મોટા સમાચાર સામે આવ્યા છે. ઓલા આઈપીઓ (  Ola IPO ) લાવશે આ આઈપીઓ( IPO )  ઓટો મોબાઈલ ક્ષેત્રે 20 વર્ષમાં પ્રથમ વખત હશે. એવું માનવામાં આવે છે કે તેનો આઈપીઓ 2024ની શરૂઆતમાં બજારમાં પ્રવેશ કરશે. ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓનું કદ મોટું હશે. ખાસ કરીને મોટી સંખ્યામાં ઓલાના ટૂ વ્હીલર લોકો ખરીદી રહ્યા છે. ઓટો કંપની ઓલા ઈલેક્ટ્રિક પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે.

Join Our WhatsApp Community

લગભગ 20 વર્ષના લાંબા સમય પછી કોઈ ઓટો કંપની ( Auto Company ) દ્વારા લોન્ચ કરવામાં આવેલો પહેલો IPO હશે. ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના ( electric mobility ) આઈપીઓ માટે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને હવે તેના સંબંધમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ આવતા વર્ષે માર્કેટમાં આવી શકે છે. આ IPO નવા ઇક્વિટી શેર્સ ( Equity shares ) તેમજ ઓફર ફોર સેલ શેર્સનું સંયોજન હશે. અગાઉ વર્ષ 2003માં કાર ઉત્પાદક મારુતિ સુઝુકી દ્વારા IPO લાવવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, કંપની ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થનારી પ્રથમ પ્યોર પ્લે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક બનવાની પણ અપેક્ષા છે. આ વર્ષે ઓક્ટોબર 2023માં કંપનીએ ઈક્વિટી અને ડેટ દ્વારા 3200 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : Oppo: 2024માં નવા વર્ષે Oppo Find X7 સિરીઝનો નવો ફોન લોન્ચ કરશે, કેમેરા સેક્શનમાં ઘણા શાનદાર ફીચર હશે

ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા ઈલેક્ટ્રિકે પણ આઈપીઓની તૈયારીના ભાગરૂપે મોટો ફેરફાર કર્યો છે. બદલાવ પછી, ઓલા ઈલેક્ટ્રિક હવે પ્રાઈવેટ લિમિટેડ કંપની નથી રહી, પરંતુ હવે તે પબ્લિક લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ છે. દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઓટો નિર્માતા કંપનીનો આ પહેલો IPO હશે. આ EV મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO દેશના ટોચના 15 IPOમાં સામેલ થશે જેની કદ $1 બિલિયન છે. ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓની કિંમત લગભગ 8500 કરોડ રૂપિયા અથવા લગભગ એક અબજ ડોલર હોઈ શકે છે. ઓલા ઈલેક્ટ્રીકનો આઈપીઓ કદના હિસાબે દેશના ટોપ 15 ઈસ્યુમાં સામેલ થશે. .

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version